રેલવેના મુસાફરી ભાડામાં પ્રતિ કિમી એકથી ચાર પૈસાનો વધારોઃ આજથી લાગુ કરી દેવાયો

રેલવેએ આજથી મુસાફરી ભાડામાં વધારો કર્યો છે. આ અંગે જાહેર થયેલા દરો મુજબ સામાન્ય સેકન્ડ ક્લાસ માટે એક પૈસાનો કિ.મી. દીઠ વધારો કરાયો છે, જ્યારે સ્લીપર અને એ.સી.ની કેટેગરી મુજબ બેથી ચાર પૈસાનો વધારો કરાયો છે.

મંગળવારે ભારતીય રેલવે કોન્ફરન્સ એસોસિએશને મુસાફર ભાડુ દર્શાવતું એક ટેબલ પ્રકાશિત કર્યું છે. રેલવેએ કહ્યું છે કે, એસી ક્લાસમાં મુસાફરી કરતા પ્રવાસીઓને પ્રતિ કિમી ચાર પૈસા વધારે ચૂકવવા પડશે. આજથી આ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.. ટેબલના આધાર પર ભાડામાં પ્રતિ કિમી બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, એસી ક્લાસમાં મુસાફરી કરતા લોકો માટે ૪ પૈસા પ્રતિ કિ.મી. જ્યારે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે ર પૈસા પ્રતિ કિ.મી.નો વધારો કરવામાં આવ્યો છે.

શ્રેણીવાર જોઈએ તો સામાન્ય સેકન્ડ ક્લાસમાં પ્રતિ કિ.મી. એક પૈસો, સ્લીપર સામાન્ય એક પૈસો, સામાન્ય ફર્સ્ટક્લાસમાં એક પૈસો, સેકન્ડક્લાસ મેલ-એક્સપ્રેસમાં બે પૈસા, સ્લીપર મેલ-એક્સપ્રેસમાં બે પૈસા, ફર્સ્ટ ક્લાસ-મેલ-એક્સપ્રેસમાં બે પૈસા, એ.સી. ચેરકારમાં ચાર પૈસા, એ.સી. થ્રી ટાયરમાં ચાર પૈસા, એ.સી. ટુ ટાયર ચાર પૈસા અને એ.સી. ફર્સ્ટ ક્લાસ ચાર પૈસા પ્રતિ કિ.મી.નો વધારો કરાયો છે.