ભારતીય વૃક્ષ ’સરબેરા ઓડોલમ’ ”સુસાઈડ ટ્રી” તરીકે જાહેર

દરેક સુંદર વૃક્ષ ભીતરથી સુંદર હોય એ જરૂરી નથી. સુંદરતાની ભીતરે ખતરનાર વસ્તુ પણ હોઈ શકે છે.  આ વાત ભારત અને દક્ષિણ એશિયામાં જોવા મળતા એક વૃક્ષ પર પણ લાગુ થાય છે. આ વૃક્ષનુ નામ છે સરબેરા ઓડોલમ. ભારતના પશ્ચિમ ઘાટના દળદળવાળા વિસ્તારોમાં જોવા મળતા આ વૃક્ષના કારણે દર સપ્તાહે એક વ્યક્તિનુ મોત થાય છે.

દેખાવમાં આ વૃક્ષના ફૂલ તારાના આકારના છે અને તેની કળીનો રંગ પીળો હોય છે.તેના પાન લાંબા અને ચમકદાર હોય છે. તેનુ જે ફળ છે તે નાનુ અને દુરથી કેરી જેવુ લાગે છે. જેને ઓથાલાંગા કહેવાય છે. આ વૃક્ષનીલ લંબાઈ સરેરાશ ૩૦ ફૂટ જેટલી હોય છે.

જોકે તેના ફળનુ બીજ સૌથી ખતરનાક છે.તેના બીજમાં સરબેરિન નામનુ કેમિકલ જોવા મળે છે. જે માણસના હાર્ટ રેટને ધીમો કરી નાંખે છે.જેનાથી વ્યક્તિનુ મોત થાય છે. જે રીતે કોઈ ઝેરીલુ ઈન્જેક્શન હાર્ટ પર અસર કરે છે તેવી જ અસર તેની હોય છે.

આ ઝાડને સુસાઈડ ટ્રી પણ કહેવાય છે. કારણકે મોટી સંખ્યામાં લોકોએ તેના ફળના બી ખાઈને આત્મહત્યા કરી હોય તેવા કિસ્સા બન્યા છે.

ફ્રાંસના એક સંશોધનમાં બહાર આવ્યુ હતુ કે, કેરાલામાં ૧૮૮૯થી ૯૯ દરમિયાન ૫૦૦ લોકો તેના બી ખાઈને મોતને ભેટ્યા છે.