ભારતીય ક્રિકેટનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડેલ-અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. નતાશા ઘણીવાર હાર્દિક પંડ્યાના ઘરે અથવા તેની પાર્ટીમાં જોવા મળતી, પરંતુ નવા વર્ષની પૂર્વસંધ્યાએ હાર્દિક પંડ્યાએ નતાશા સાથેના તેના સંબંધોની કબૂલાત કરી અને તેને જાહેર કર્યા છે.
હાર્દિક પંડ્યા અને નતાશાના સંબંધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યા હતા. દરમિયાન, નવા વર્ષ પહેલાના થોડા કલાકો પહેલા હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાની અને નતાશાની તસવીર શેર કરી હતી અને તેમના સંબંધોને પુષ્ટિ આપી હતી. પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તેણે નતાશાનો હાથ પકડ્યો છે. આ સાથે જ તેણે કેપ્શનમાં ગર્લફ્રેન્ડ નતાશાને ક્રેકર ગણાવી છે. પંડ્યાએ દિલનાં ઇમોજી સાથે લખ્યું, ‘નવા વર્ષની શરૂઆત મારા પટાખા (ક્રેકર) સાથે’.
હાર્દિક પંડ્યા અને નતાશાની આ તસવીર પર ક્રિકેટરો યુજવેન્દ્ર ચહલ, સિદ્ધેશ લાડ, હાર્દિક પંડ્યાની ભાભી અને કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા, અભિનેતા અર્જુન કપૂર, સોફી ચૌધરી અને ક્રિસ્ટલ ડિસોઝા દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે, જે સ્પષ્ટ કરે છે કે બન્ને હવે લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે નતાશા સ્ટેન્કોવિચે હાર્દિક પંડ્યાના પરિવાર સાથે પણ મુલાકાત કરી છે અને રિલેશનશીપ વિશે વાત કરી છે.