ESPNCricinfoની દશકની ટેસ્ટ, વન ડે અને ટી-20 ટીમ કરી પસંદ : આ ખેલાડી બન્યા કેપ્ટન

ઇએસપીએનક્રીક ઇન્ફો વેબસાઇટ દ્વારા આ દશકની ટેસ્ટ, વન ડે અને ટી-20 ટીમની પસંદગી કરવામાં આવી છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીને વન ડે અને ટી-230 ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે વિરાટ કોહલીને ટેસ્ટ ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. 23 સભ્યોની પસંદગી સમિતિએ આ ટીમની પસંદગીમાં ઓછામાં ઓછી 50 ટેસ્ટ રમી હોય અથવા તો 6 વર્ષથી ક્રિકેટના આ પરંપરાગત ફોર્મેટમાં સક્રિય હોય તેવા ખેલાડીના માપદંડને તેમાં ધ્યાને લેવાયો હતો. આ ઉપરાંત વન ડેમમાં ઓછામાં ઓછી 75 મેચ અને ટી-20માં ઓછામાં ઓછી 100 મેચના માપદંડને ધ્યાને લેવાયો હતો.

આ ટીમમાં ઇંગ્લેન્ડના એલિસ્ટર કૂક અને ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સનને પણ સામેલ કરવામાં આવ્યા છે.દશકની ટેસ્ટ ટીમમાં અશ્વિનનો પણ સમાવેશ કરાયો છે. વિરાટ કોહલીએ 54.97ની એવરેજથી ટેસ્ટમાં 7202 રન બનાવ્યા છે, જ્યારે અશ્વિને 362 વિકેટ લીધી છે.

અહીં એ વાતની ખાસ નોંધ કરવાની કે વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટની ટીમમાં પસંદ થયેલો એકમાત્ર ભારતીય ખેલાડી છે. રોહિત શર્માને માત્ર વન ડે ટીમમાં સ્થાન અપાયું છે. જ્યારે ધોનીને ટી-20 તેમજ વન ડેમાં સ્થાન મળ્યું છે.

ટી-20 ટીમમાં જસપ્રીત બુમરાહનો પણ સમાવેશ કરાયો છે. એ ટીમમાં વેસ્ટઇન્ડિઝના ક્રિસ ગેલ, ડ્વેન બ્રાવો, સુનિલ નારીન, કિરોન પોલાર્ડ તેમજ આન્દ્રે રસેલનો સમાવેશ કરાયો છે.