પ્રિયંકા ગાંધી જે બાઈક પર બેઠા હતા તેને ટ્રાફિક મેમો, કોંગ્રેસે દંડની રકમ ભરવા લોકફાળો માંગ્યો

નાગરિકતા સુધારો કાયદાના વિરોધ દરમિયાન લખનૌમાં થયેલી હિંસામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આનાથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અસરગ્રસ્તોને મળવા ગયા હતા, પરંતુ યુપી પોલીસે તેમનો કાફલો અટકાવ્યો હતો. ત્યારબાદ પ્રિયંકા ગાંધી સ્કૂટી પર પીડિતોને મળવા પહોંચ્યા હતા. જે વ્યક્તિની સ્કૂટી પર તેઓ બેઠાં હતા તે કોંગ્રેસની કાર્યકર નહોતી પણ એક સામાન્ય માણસની હતી. પરંતુ હવે સ્કૂટીના માલિકનું કહેવું છે કે તેને જે ટ્રાફિકનો મેમો આપવામાં આવ્યો તેનો દંડ તેઓ પોતે જ ભરશે.

સ્કૂટીના માલિક રાજદીપસિંહે જણાવ્યું છે કે તેને સ્કૂટી માટે 6100 રૂપિયાનો મેમો આપવામાં આવ્યો છે. આ મેમોનાં દંડની રકમ તે પોતે જ ભરવા માંગે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી એક સ્કૂટી પર હિંસા પીડિતને મળવા ગયા હતા, જે કોંગ્રેસના નેતા ધીરજ ગુર્જર ચલાવી રહ્યા હતા. યુપી પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્કૂટીનો 6100નો મેમો આપ્યો હતો.

રાજદીપસિંહે કહ્યું કે જ્યારે તે લખનૌ પોલિટેકનિક પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ધીરજ ગુર્જરે તેમની પાસેથી સ્કૂટી માંગી અને પ્રિયંકા ગાંધીનું નામ લીધું, તેથી હું જરા પણ ના પાડી શક્યો નહીં. તેમણે કહ્યું કે જ્યારે મને ખબર પડી કે સ્કૂટીનો 6100નો મેમો આપવામાં આવ્યો છે, ત્યારે મેં નિર્ણય કર્યો કે તેઓ આ દંડ પોતે જ ભરશે, પ્રિયંકા ગાંધી કે કોંગ્રેસ પાસે ભરાવશે નહીં.

યુપી પોલીસ દ્વારા રાજદીપસિંહના નામે જે મેમો મોકલવામાં આવ્યું છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ ન રાખવું, હેલ્મેટ ન પહેરવા, નંબર પ્લેટ સહિતના ઘણા નિયમોનું ઉલ્લંઘન શામેલ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ 2500 રૂપિયા,હેલ્મેટ 500 રૂપિયા,  ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન 300 રૂપિયા, ખરાબ નંબર પ્લેટ 300 રૂપિયા અને ખોટી રીતે ડ્રાવીંગ કરવા બદલ 2500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.