અજય પાઠકની હત્યામાં નીકળ્યો ઘરઘાટી, શિષ્ય હિમાંશુએ રૂપિયા અને અપમાનનો બદલો લેવા ચારના ઢીમ ઢાળી દીધા

ઉત્તરપ્રદેશના શામલીની પંજાબી કોલોનીમાં પાઠક પરિવારના ચાર સભ્યોની હત્યાનો પોલીસ દ્વારા ખુલાસો થયો છે. બપોરે એસપી વિનીત જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાઠક પરિવારના ચારેય સભ્યોને અજય પાઠકની ભજન મંડળીમાં શામેલ શિષ્ય ને ઝાર ખેડી, કેરાના થાના, જનપદ ખાતે રહેતા હિમાંશુ સૈનીએ કરી હતી.

એસપીએ જણાવ્યું હતું કે ઝાર ખેડીમાં રહેતા હિમાંશુ આશરે અઢી વર્ષથી અજય પાઠકની ભજન મંડળીમાં કામ કરે છે અને અજય પાઠકનાં ઘરે તેની આવનજાવન હતી. ઘણી વખત હિમાંશુ રાત્રે અજયના ઘરે જ રોકાઈ જતો હતો. હિમાંશુની આર્થિક સ્થિતિ સારી નથી. તેણે બેંક પાસેથી પાંચ લાખની લોન લીધી હતી. બેંકે રિકવરી નોટિસ ફટકારી હતી.

આ સિવાય હિમાંશુએ બીજા અનેક લોકો પાસેથી પણ પૈસા લીધા હતા. લોકો રૂપિયાની ઉઘરાણી કરવા તેના ઘરે આવતા હતા. આને કારણે તે માનસિક તાણમાં રહેતો હતો. એસપીએ જણાવ્યું કે હિમાંશુના અજય પાઠક કનેથી આશરે 60 હજાર રૂપિયા લેવાના નીકળતા હતા. હિમાંશુએ રૂપિયા માંગ્યા તો અજય પાઠકે અપશબ્દો કહીને તેનું અપમાન કર્યું હતું. અન્ય લોકો સામે પણ તેનું અપમાન કરવામાં આવ્યું હતું જેના કારણે તે ખૂબ ગુસ્સે ભરાયો હતો.

એસપીએ કહ્યું કે હિમાંશુની પૂછપરછમાં જણાવ મળ્યું કે હિમાંશુ 30 ડિસેમ્બરની રાત્રે અજય પાઠકના ઘરે રોકાયો હતો. એસપીએ જણાવ્યું હતું કે હિમાંશુએ રાત્રે અજય પાઠક સાથે રાત્રિભોજન કર્યું હતું, અને રાત્રે અજય પાસેથી 60 હજાર રૂપિયા માંગ્યા હતા. તેણે બેંકના નોટિસ અને ઉઘરાણી કરવા લોકોના ઘરે આવતા હોવાની વાત જણાવી, પણ પાઠકે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેનો ઉઘડો લઈ લીધો હતો.

હિમાંશુને અજય પાઠકનો વ્યવહાર જરા પણ ગમ્યું નહીં અને અપમાન સહન કરી શક્યો નહીં. આ પછી તે ઘરના નીચલા ભાગમાં આવ્યો. રાત્રે સાડા ત્રણ વાગ્યે તેણે અજયના મકાનમાં રાખેલી નાનકડી તલવાર અને છરી લીધી અને સૂઈ રહેલા અજય પાઠક અને તેના પરિવાર પર ઘાતકી હુમલો કરીને ચારેયની હત્યા કરી હતી.

અજયના દસ વર્ષના પુત્ર ભાગવતના મૃતદેહે કારમાં નાંખીને નાસી છૂટ્યો હતો. તે પાણીપત પાસે પહોંચ્યો હતો અને કારમાં મૃતદેહ સળગાવી રહ્યો હતો કે પોલીસે તેને ઘટના સ્થળે જ પકડ્યો હતો.