માલ્યાની સંપત્તિ જપ્ત કરીને બેન્કો કરશે રૂપિયાની વસૂલાત, કોર્ટે આપી મંજુરી

સ્પેશિયલ કોર્ટે ઓફ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMALA)એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને અન્ય ઘણી બેંકોને વિજય માલ્યાની જપ્ત કરેલી સંપત્તિ વેચીને દેવું વસૂલ કરવાની મંજૂરી આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કહ્યું હતું કે  આવી રીતે થનાર વ્સૂલાત અંગે કોઈ વાંધો નથી.

માલ્યાના વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો કે આ માત્ર ડેટ રિકવરી ટ્રિબ્યુનલ જ કરી શકે છે. જોકે, વિશેષ PMALA કોર્ટે આ નિર્ણયને 18 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધો છે, જેથી માલ્યા મુંબઈ હાઈકોર્ટમાં આ આદેશની વિરુદ્ધ અપીલ કરી શકે.

માલ્યા 9 હજાર કરોડ રૂપિયાની લોન ચુકવણી, બનાવટી અને મની લોન્ડરિંગના કેસમાં યુકેમાં મુકદ્દમોનો સામનો કરી રહ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે ડિસેમ્બરમાં લંડન કોર્ટે વિજય માલ્યા કેસમાં ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ જાન્યુઆરીમાં વિજય માલ્યા પર ચુકાદો જાહેર કરી શકે છે. આ ઉપરાંત વિજય માલ્યાની નાદાર જાહેર કરવાની અરજીને પણ ફગાવી પણ શકાય છે અથવા આ અરજી રદ કરી શકાય છે અથવા માલ્યાની સમાધાનની ઓફર ભારતના સુપ્રીમ કોર્ટમાં સંમતિ ન થાય ત્યાં સુધી આ અરજી મુલતવી રાખી શકાય છે. આ કિસ્સામાં યુકે કોર્ટ ભારતીય નિયમોની સુસંગતતા પર વિચાર કરી શકે છે.