આજે રાત્રે આઠ વાગ્યાથી ATMમાંથી રૂપિયા કાઢવાની સિસ્ટમ બદલાઈ જશે

પહેલી જાન્યુઆરી એટલે કે આજે રાત્રેથી એટીએમમાંથી રૂપિયા કાઢવાના નિયમ લાગુ થઈ જશે. બેંકીંગ સિસ્ટમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, સીધી અસર સામાન્ય વ્યક્તિ પર પડશે. આ નવા નિયમો તમારી બેંક, એટીએમ, લોન વગેરે પર લાગુ થશે. નવા વર્ષની શરૃઆતમાં જાણકારીના અભાવમાં લોકોને મુશ્કેલી ના આવે તે માટે અહીં કેટલાક નિયમો વિશે જાણકારી આપી છે. દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ ગ્રાહકોને નવા વર્ષ પર ભેટ આપી છે.

એસબીઆઈ એ એટીએમના કેશ નિકાળવાના નિયમોમાં મોટો ફેરબદલ કર્યો છે. દેશની તમામ મોટી બેંકોના ગ્રાહકોએ હવે રાતમાં એટીએમમાંથી કેશ કાઢતા સમયે પોતાનો મોબાઈલ સાથે રાખવો પડશે. બેંકએ રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી એટીએમથી 10 હજાર રૃપિયાથી વધારે કેશ નીકાળવા માટે ઓટીપી બેસ્ડ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય સ્ટેટ બેંકએ પોતાના તમામ ગ્રાહકોને મેગ્નેટીક સ્ટ્રીપ ડેબિટ કાર્ડને ઈએમવી ચીપ અને પિન બેસ્ડ કાર્ડમાં બદલવા માટે જણાવ્યું છે. નવા વર્ષમાં જુના ડેબિટ કાર્ડથી કેશ નિકાળી શકાશે નહીં. તેમાં લાગેલી મેગ્નેટીક ચિપ બેકાર થઈ જશે. જેનાથી એટીએમ ગ્રાહકની તમામ માહિતીથી તેમને ઓળખે છે. બેંકએ ડેબિટ કાર્ડ બદલવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર ર૦૧૯ રાખી હતી.