ખુલ્લેઆમ પ્રેમનું એલાન: અર્જુન-મલાઈકાનો કીસ કરતો ફોટો વાયરલ

2020ની શરૂઆત સાથે જ મલાઇકા અરોરાએ સોશિયલ મીડિયા પર અર્જુન કપૂરને કીસ કરતો  પહેલો ફોટો શેર કર્યો છે. આ પહેલો ફોટો છે જે બન્ને આવી રીતે સાથે પાડ્યો છે. વળી, મોટી વાત એ છે કે મલાઇકા અરોરાએ જાતે જ આ ફોટોને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. સ્વાભાવિક છે  બન્નેને સાથે જોવા માંગતા પ્રશંસકો માટે સારા સમાચાર છે.

મલાઇકા અરોરાના અર્જુનને કીસ કરતા ફોટોએ આ વખતે ઘણી બધી બાબતોને ખુલ્લેઆમ જાહેર કરી છે. પહેલી વાત એ છે કે તે બંને ખરેખર રિલેશનશિપમાં છે અને તેમની વચ્ચે જે છે તે મિત્રતા કરતા વધારે છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અર્જુન અને મલાઈકા વચ્ચેના સંબંધો વિશે ઘણી વાતો સામે આવી છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે મલાઇકાએ મીડિયા પર આ રીતે પોતાના પ્રેમની જાહેરાત કરી હોય. એક કલાકમાં જ ફોટોને 2.5 લાખથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે. મલાઇકાએ ફોટોની કેપ્શનમાં લખ્યું છે કે, “સૂર્ય, તારાઓ, લાઇટ્સ, ખુશી …. 2020.

ફોટોમાં અર્જુન કપૂર ટી-શર્ટમાં બેઠેલો જોવા મળી રહ્યો છે અને તેની પાછળ મલાઇકા અરોરા ઉભી છે. તે અર્જુનને તેના ગાલ પર કીસ કરતી જોવા મળી છે. ફોટો જોતાં લાગે છે કે તે કોઈ રિસોર્ટમાં પાડવામાં આવ્યો છે. આ અગાઉ પણ બંનેના ફોટા સામે આવ્યાં છે, પરંતુ સામાન્ય રીતે બંને અલગ-અલગ જ જોવા મળતા છે.

જાણીતું છે કે મલાઇકા અરોરાએ 1998માં સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન 2017માં તૂટી પડ્યાં હતાં. બંનેએ છૂટાછેડા લીધા હતા.