ટોપ 20 સંસ્થાઓએ મોદી સરકારને અનામત હટાવવાની કરી માંગ,જાણો શું છે વધુ

અનામતના મામલે દેશની 20 IIM દ્વારા માનવ સંશાધન વિકાસ મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી કે કેન્દ્રની મોદી સરકાર તરફથી તેમને સૂચિત કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ (રિઝર્વેશન ઇન ટીચર કેડર્સ) એક્ટ 2019માં શ્રેષ્ઠતા સંસ્થા તરીકે સામેલ કરવામાં આવે.

આ એક્ટથી સેકશન ચારમાં ઇન્સ્ટીટયૂટ ઓફ એક્સિલેંસ, શોધ સંસ્થાઓ, રાષ્ટ્રીય અને સામરિક મહત્વની સંસ્થાઓ અને અલ્પસંખ્યક સંસ્થાઓમાં અનામત આપવામાં છૂટ પ્રદાન કરે છે.

હાલના સમયમાં ટાટા ઇન્સ્ટીટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, નેશનલ બ્રેન રિસર્ચ સેન્ટર, નોર્થ-ઇસ્‌ટર્ર્ન ઇન્દિરા ગાંધી રીજનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ, જવાહરલાલ નહેરૂ સેન્ટર ફોર એડવાન્સડ સાઇન્ટિફિક રિસર્ચ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, સ્પેસ ફિજિક્સ લેબોરટરી, ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ રિમોટ સેસિંગ અને હોમી ભાભા નેશનલ ઇન્સ્ટીટયૂટ અને તેના 10 એકમો કેન્દ્રીય શિક્ષક સંસ્થાન (રિઝર્વેશન ઇન ટીચર કેડર્સ) એક્ટ 2019ના સેકશન -4 હેઠળ આવે છે.

સૂત્રોને મળતી જાણકારી મુજબ આ ઇન્સ્ટિટયૂટોમાં અનામતમાં છૂટ છે જેને લઇને ઈંઈંખ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે અનામત એ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવાનો માર્ગ હોઈ શકે નહીં.