શિવસેનાના ફાયર બ્રાન્ડ નેતા સંજય રાઉત છે કેબિનેટથી નારાજ, આ છે કારણ

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ સાથે અસંતોષ અને નારાજગી વ્યાપી ગઈ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતને ઉદ્ધવ મંત્રીમંડળમાં સ્થાન મળી શક્યું નથી. સંજય રાઉત કેબિનેટ વિસ્તરણ દરમિયાન હાજર ન હતા, જેને નારાજગી સમજવામાં આવી રહી છે. આ સાથે જ એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ બળવાખોર વલણ અપનાવ્યું છે, તો મંત્રીમંડળમાં અવગણનાને કારણે સ્વાભિમાની શેતકારી સંગઠનના નેતા રાજુ શેટ્ટી પણ નારાજ છે.

ઉદ્ધવ કેબિનેટ વિસ્તરણમાં સંજય રાઉતના ભાઈ અને શિવસેનાના ધારાસભ્ય સુનીલ રાઉતને સ્થાન મળ્યું નથી. એટલું જ નહીં સંજય રાઉતની નજીકના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શક્યું નથી. વિધાનસભાની ચૂંટણી બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના જોડાણને ટેકો આપવા સંજય રાઉતે આગળ પડતી ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહમાં હાજર ન રહ્યા તેને તેમની નારાજગી તરીકે ગણવામાં આવી રહ્યું છે.

જોકે, ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું છે કે જ્યાં સુધી મારા પરિવારનો સવાલ છે ત્યાં સુધી અમે મંત્રી પદ પર નજર રાખતા નથી. મારા પરિવારની પરંપરા મંત્રી બનવાની નથી. અમે મંત્રી બનવા નહીં પણ સંગઠન માટે કામ કરીએ છીએ. મારા ભાઈ સુનીલ રાઉત પણ પાર્ટીના કાર્યકર છે અને તેઓ લાંબા સમયથી ધારાસભ્ય છે અને તેમણે કોઈ દિવસ મંત્રી બનવાની અપેક્ષા રાખી નથી.