રશ્મી દેસાઇનો બિગ બોસ હાઉસનો વધુ એક વીડિયો બન્યો વાયરલ

બિગ બોસ 13માં હાલમાં રશ્મી દેસાઇ ચર્ચાનો વિષય બની છે. સિદ્ધાર્થ શુક્લા સાથેના તેના વિવાદનો અંત નથી આવ્યો અને તેનો એક વીડિયો પહેલા વાયરલ થયો હતો, જેમાં તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી જોવા મળી હતી. જેમાં તેની સાથે અરહાન ખાન પણ હતો અને બંને કન્ફેશન રૂમમાં બેઠા હતા. તે સમયે રશ્મીએ કહ્યું હતું કે હું ધણું હેવી અનુભવી રહી છું. રશ્મી દેસાઇના એ વીડિયોએ ઘણાંનું ધ્યાન ખેંચ્યું હતું, જો કે હવે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ અભિનેત્રીનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં રશ્મી દેસાઇ પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. બિગ બોલ 13નો આ વીડિયો ઘરમાં ઉજવાયેલી ન્યુ યર પાર્ટીનો છે. જેમાં બધા ઘરવાળા મસ્તી અને ધમાલ કરતાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત વીડિયોમાં શહનાઝ ગીલ, પારસ છાબડા, સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાઝ, મધુરિમા તુલી, વિશાલ સિંહ અને આરતી સિંહ પણ ડાન્સ કરતાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે બિગ બોસ 13ની આ ન્યુ યર પાર્ટીમાં કેટલાક મહેમાન પણ જોડાશે. જેમાં ગુત્થિ બનતો સુનિલ ગ્રોવર અને સની લિયોનીનો સમાવેશ થાય છે.