મનોજ નરવણેએ સંભાળી સેનાની કમાન, બિપિન રાવત થયા રિટાયર

ભારતીય સેનાને નવા ચીફ મળ્યા છે. મંગળવારે લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેએ આર્મીની કમાન સંભાળી હતી. નરવાણે જનરલ બિપિન રાવતનું પદ સંભાળ્યું. ત્રણ વર્ષ આર્મી ચીફ તરીકે સેવા આપ્યા પછી દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પુરોગામી બનેલા બિપિન રાવતે નવી દિલ્હીના સેના ભવનમાં પરંપરા મુજબ બેટન સોંપીને મનોજ નરવણેને ચાર્જ સોંપ્યો હતો. જનરલ નરવાણે  મહારાષ્ટ્રના છે. કપરી સ્થિતિમાં કામ કરવું અને ટીમના વડા તરીકેની કુશળતાના કારણે જાણીતા છે. નવા આર્મી ચીફ તરીકે તેમની સ્વચ્છ છબી અને સારી વર્તણૂકને કારણે સાથીઓ અને સ્ટાફમાં એકદમ લોકપ્રિય છે. જનરલ નરવણે ચીન સાથે સંકળાયેલી સુરક્ષા બાબતો પર પણ મજબૂત પકડ રાખે છે.