61 વર્ષની મેડોના કરી રહી છે 25 વર્ષના છોકરાને ડેટ

ભારતીય ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 10 વર્ષ નાના નિક જોનાસમ સાથે જ્યારે ડેટિંગ શરૂ કર્યું હતું ત્યારે બધાને ઘણી નવાઇ લાગી હતી, જો કે હવે અમેરિકાની જાણીતી 61 વર્ષિય પોપ સિંગર અને અભિનેત્રી મેડાના માત્ર 25 વર્ષના છોકરાને ડેટ કરી રહી હોવાના સમાચારે એક નવું કુતુહલ પેદા કર્યું છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર મેડોના પોતાનાથી 36 વર્ષ નાના 25 વર્ષના છોકરડાં જેવા અલ્માટિક વિલિયમ્સને ડેટ કરી રહી છે.

અલ્માટિક માતા-પિતા સાથે

અલ્માટિક વિલિયમ્સ વ્યવસાયે ડાન્સર છે. અખબારના અહેવાલ અનુસાર વિલિયમ્સના પિતાને મેડોના પહેલાથી એવું કહી ચુકી છે કે તે વિલિયમ્સને ઘણો પ્રેમ કરે છે. વિલિયમ્સના પિતાએ કહ્યું હતું કે મેડોના અને વિલિયમ્સે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ તેમને મળ્યા હતા. હવે બંનેનો સંબંધ વધુ ગાઢ બન્યો છે. મેડોનાએ લાસ વેગાસના સીજર્સ પેલેસમાં એક શો પછી વિલિયમ્સના માતા-પિતાને ડિનર માટે બોલાવ્યા હતા. વિલિયમ્સના પિતાને એ વાતનો કોઇ વાંધો નથી કે તેમના પુત્રની ગર્લફ્રેન્ડ તેના કરતાં ઘણી મોટી છે. તેમણે કહ્યું હતું કે પ્રેમની કોઇ વય હોતી નથી.