શિરડી સાંઇ દરબારમાં તૂટ્યા દાનના તમામ રેકોર્ડ, 287 કરોડ મળ્યા

સાંઈ બાબા એક એવું નામ જેમના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે. દેશ અને વિદેશથી બાબાના શરણોમાં મસ્તક નમાવવા ભક્તો કરોડોની સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને સાથે સાથે બાબાને એવું એવું દાન કરી જાય છે જેનો રેકોર્ડ સ્થપાતો જાય છે. રૂપિયા, પૈસા, સોના, ચાંદી અને બહુમુલ્યવાન વસ્તુઓ ભક્તો આવીને શ્રદ્ધાથી દાન કરે છે.

આ વર્ષે તો બાબાના ભક્તોએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૯માં બાબાના દરબારમાં રેકોર્ડ તોડી નાંખે તેટલું દાન જમા થયુ. 287 કરોડ 6 લાખ 85 હજાર રૂપિયા દાન સ્વરૂપે મંદિરને મળ્યા. જેમાં 19 કિલો સોનું ૩૯૨ કિલો ચાંદીનો સમાવેશ થાય છે.

જો કે આ વખતે ભક્તોની સંખ્યા થોડી ઓછી રહી. તો પણ દાનની રકમે તમામ રેકોર્ડ તોડી નાંખ્યો. જાણકારી અનુસાર આ આંકડો ગયા વર્ષની સરખામણીએ ૨ કરોડ રૂપિયા વધારે છે. જો કે સોનાની વસ્તુઓનું દાન ઓછુ થયું છે.

મંદિર પ્રશાસને માહિતી આપતા જણાવ્યુ કે આ વર્ષે દાન પેટીમાં 156 કરોડ 49 લાખ 2350 ગુપ્ત દાન મળ્યુ છે. આ એવું દાન છે જેમાં દાતાઓ પોતાનું નામ ગુપ્ત રાખે છે. ચેક અને ડીડીથી 23 કરોડ 35 લાખ 90 હજાર 409 રૂપિયા દાનમાં મળ્યા. દાનમાં 19048. 860ગ્રામ સોના, ચાંદી 391757.470બાબાને ભેટ સ્વરૂપે ધરાવવામાં આવ્યું હતું.