જાણો સૌથી વધુ ક્યા દેશના શરણાર્થીઓ ભારતમાં છે? પાકિસ્તાન, અફ્ઘાનિસ્તાન કે બાંગ્લાદેશ કે પછી?

દેશમાં નાગરિકતા સુધારો અધિનિયમ 2019 લાગુ થયા પછી દેશના ઘણા ભાગોમાં ઉગ્ર હંગામો અને હિંસક પ્રદર્શન થયાં. તમને જણાવી દઈએ કે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) હેઠળ ભારતે ત્રણ દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે CAA કાયદો લાવ્યો છે જેથી આ દેશોના શરણાર્થીઓ ભારતમાંસન્માનજનક જીવન જીવી શકે. પરંતુ અહીં તમને જણાવી દઈએ કે દેશમાં આવતા મોટાભાગના શરણાર્થીઓ આ ત્રણ દેશો પૈકી એક પણ દેશના નથી. અન્ય એક દેશ એવો છે જ્યાંથી સૌથી વધુ શરણાર્થીઓ ભારતમાં આવ્યા છે.

UNHCR ના રિપોર્ટ મુજબ ભારતમાં મોટાભાગના શરણાર્થીઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવતા નથી. તો ચાલો હવે તમને જણાવીએ છીએ કે ભારતમાં કયા દેશોના સૌથી વધુ શરણાર્થીઓ છે. ભારતમાં સૌથી વધુ શરણાર્થીઓ ચીનનાં છે. ચીનમાંથી 1,08,008 શરણાર્થીઓ ભારત આવીને રહી રહ્યા છે, જ્યારે શ્રીલંકા આ યાદીમાં બીજા સ્થાને છે. શ્રીલંકાના 60,802 શરણાર્થીઓ ભારત આવીને રહી રહ્યા છે. જ્યારે મ્યાનમાર આ યાદીમાં ત્રીજા સ્થાને છે. મ્યાનામારના  18,813 શરણાર્થીઓ ભારતમાં રહે છે.

  • ચીન-1,08,008
  • શ્રીલંકા-60,802
  • મ્યાનમાર-18,813

બહારના દેશોના ભારતમાં રહેતા શરણાર્થીઓની વાત કરીએ તો તેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશમાંથી આવતા નથી. આ ત્રણ દેશો ઉપરાંત અન્ય દેશના શરણાર્થીઓ ભારતમાં સૌથી વધુ સ્થાયી થયા છે. યુએન હાઈ કમિશનર (UNHCR – યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીઝ) ના જણાવ્યા અનુસાર, યુદ્ધ, હિંસા અને ત્રાસને લીધે શરણાર્થીઓ મજબૂરી હેઠળ પોતાનો દેશ છોડી દે છે અને અન્ય દેશોની શરણમાં જાય છે, તેઓને શરણાર્થી કહેવામાં આવે છે.

શરણાર્થીઓનો દરજ્જો મેળવવાની પણ અલગ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મુજબ શરણાર્થીઓને યોગ્ય કારણ સાબિત કરવું પડશે, જેના કારણે તેઓ પોતાનો દેશ છોડી રહ્યા છે. આ માટે તેમણે જે-તે દેશની સરકારને અરજી કરવી પડે છે, ત્યારબાદ ત્યાંની સરકાર તેમને આશ્રય આપવો કે નહીં તેનો નિર્ણય કરે છે.

જો સરકાર તેમની અરજી સ્વીકારે છે, તો પછી તેમને શરણાર્થીઓ તરીકે રહેવાની છૂટ છે અને જો સરકાર તેમની અરજી સ્વીકારે નહીં તો તેમને આશ્રય આપવામાં આવતો નથી. સામાન્ય રીતે અપવાદરૂપ કિસ્સામાં જ શરણાર્થીની અરજીને નામંજુર કરવામાં આવે છે.

લગભગ દરેક દેશના શરણાર્થીઓએ અન્ય દેશોમાં શરણ લીધી છે. પરંતુ જો આપણે શરણાર્થીઓની મહત્તમ સંખ્યા વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ  સીરિયાથી સૌથી વધુ શરણાર્થીઓએ વિશ્વના અનેક દેશોમાં શરણ લીધી છે. જેમનો આંકડા આશરે 60 લાખથી વધુ છે.  આ મામલે અફઘાનિસ્તાન બીજા સ્થાને છે. અફઘાનિસ્તાનના 26 લાખથી વધુ શરણાર્થીઓ વિશ્વના અન્ય દેશોમાં સ્થાયી થયા છે, જ્યારે દક્ષિણ સુદાન 22 લાખ શરણાર્થીઓ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે, જ્યારે મ્યાનમાર-સોમાલિયા ચોથા ક્રમે છે.

બીજી તરફ જો ભારત દેશની વાત કરીએ તો તે 9,601 શરણાર્થીઓ સાથે છઠ્ઠા સ્થાને છે. ચાલો તમને જણાવી દઈએ કે દેશ છોડીને વિશ્વમાં શરણાર્થીઓ તરીકે જીવતા લોકોની કુલ સંખ્યા 2,01,17,541 છે. ભારતમાં વિશ્વભરમાં 9,601 શરણાર્થીઓ છે, પરંતુ એવા લગભગ 52 હજાર ભારતીય પણ છે જેમણે જુદા જુદા દેશોમાં શરણ માટે અરજી કરી છે. પરંતુ ત્યાંની સરકારોએ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.