ગાડી ખેંચવા ગયેલા સાહિલખાનને ઢસડીને ઢોર માર મરાયો, નવી નક્કોર બાઈકને સળગાવી દેવાઈ

સોશિયલ મીડિયાનાં યુવાનને માર મારવાનો વીડિયો ઝડપથી વાયરલ થયો છે. યુવાન મુસ્લિમ છે અને તેને કેટલાક ઈસમો દ્વારા ઢોર માર મારવામાં આવી રહ્યો છે. બાદમાં તેની બાઈકને પણ સળગાવી દેવામાં આવે છે.

વીડિયોમાં દેખાય છે તેમ યુવાન પોતાનું નામ સાહિલ ખાન જણાવે છે. જે ઈસમો તેને માર મારે છે તેઓ કહે છે કે આનો વીડિયો ઉતાર અને કાળુભાઈની ગાડી ખેંચવાનો શું અંજામ હોય છે તેને બતાડ. ત્યાર બાદ સાહિલ ખાનને ઢસડીને લાકડીના ફટકાથી માર-મારવામાં આવે છે અને તેને અનેક ગાળો બોલી એક માણસના પગ પકડવા માટે ફરજ પાડવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયા પણ ઉતારવામાં આવે છે. બાઈકની લોનના હપ્તા નહીં ભરનાર વ્યક્તિની બાઈકને સાહિલ ખાન પાછી ખેંચવા માટે ગયો હતો ત્યારે આ બનાવ તેની સાથે બન્યો હતો.

વીડિયોમાં કેટલાક ઈસમો કહેતા સંભળાય છે કે કાળુભાઈની ગાડી ખેંચવાની તારી હિંમત કેવી રીતે થઈ? ગાડી ખેંચવાનું કામ કરતાં સાહિલ ખાનના શું હાલ થયા છે તે વીડિયોમાં જોઈ લો. ત્યાર બાદ તેને લાકડી અને ગડદાપાટુનો મારમારવામાં આવે છે. અંતે સાહિલની નવી નક્કોર બાઈક સળગાવી દીધી હોવાનું પણ વીડિયોમાં કહેતા સંભળાય છે અને બાઈક સળગાવી દેવાઈ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો છે.

ઘટના ક્યાંની છે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ સોશિયલ મીડિયામાં એવું કહેવાય રહ્યું છે કે સાહિલને ન્યાય અપાવો અને તેને આવી રીતે માર મારવામાં આવ્યો અને તેની ગાડી સળગાવી દેવામાં આવી તો તેના કસુરવારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.