ફ્રાન્સ અને બ્રિટનને પછાડી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનતું ભારત, 2026 સુધી જર્મનીને ધકેલી દેશે પાછળ

2026માં ભારત જર્મનીને પાછળ છોડી શકશે અને વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની શકશે અને 2034માં જાપાનને પાછળ છોડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે તેવું એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવાયા મુજબ 2026 સુધીમાં ભારત પાંચ હજાર અબજ ડોલરનું અર્થતંત્ર બની શકે છે. જોકે, સરકારે 2024 સુધીમાં દેશને પાંચ હજાર અબજ ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

બ્રિટન સ્થિત સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)ના  ‘વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ 2020’ ના રિપોર્ટ મુજબ ભારત વર્ષ 2019માં બ્રિટન અને ફ્રાંસ બંનેને નિર્ણાયક રીતે હરાવીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું હતું. હવે ભારત 2026માં જર્મનીને પાછળ છોડી દેશે અને 2034માં ચોથું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું અનુમાન છે.

CEBRએ કહ્યું કે આગામી 15 વર્ષ સુધી જાપાન, જર્મની અને ભારતમાં ત્રીજા સ્થાન માટેની સ્પર્ધા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે 2024 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5,000 અબજનું અર્થતંત્ર બનાવવાના પ્રશ્ન અંગેના રિપોર્ટમાં જણાવ્યું છે કે “2026 સુધી ભારત પાંચ હજાર અબજ ડોલરના જીડીપી હાંસલ કરી લેશે, મોદી સરકારના ટારગેટ કરતાં બે વર્ષ બાદ આ શક્ય બનવાની ધારણા CEBRએ વ્યક્ત કરી છે.