જનરલ બિપિન રાવત હશે દેશના પ્રથમ CDS

આર્મી ચીફ બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનશે. કેન્દ્ર સરકારે રવિવારે CDS પોસ્ટ્સ માટેની વયમર્યાદા વધારી દીધી હતી.જનરલ રાવત 31 ડિસેમ્બરે આર્મી ચીફ પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. જનરલ રાવતની જગ્યાએ મનોજ મુકુંદ નરવાણને નવા આર્મી ચીફ બનશે. CDSનું પદ ‘ફોર સ્ટાર’ જનરલની બરાબર હશે અને તેઓ તમામ સૈન્યના વડાઓની ઉપર હશે.

નોંધપાત્ર વાત એ છે કે રક્ષા મંત્રાલયે 1954ના આર્મી મેન્યુઅલમાં ફેરફાર કર્યા છે. મંત્રાલયે 28 ડિસેમ્બરના રોજ જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અથવા ટ્રાઇ સર્વિસિસના વડા 65 વર્ષની વય સુધી સેવા આપી શકશે.

આર્મી મેન્યુઅલમાં જણાવાયું છે કે જો કેન્દ્ર સરકારને જરૂરી જણાશે તો જનહિતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સેવા લંબાવી શકે છે. જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરે આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત થશે. હાલનાં નિયમો અનુસાર  ત્રણ સેવાઓનાં વડા 62 વર્ષની વય સુધી અથવા ત્રણ વર્ષ સુધીની સેવા આપી શકે છે.