પાટનગર દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કાતીલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાનમાં યુપીના આગરા સ્થિત તાજ મહેલા ગાયબ થઈ ગયું હતું. ગાઢ ધૂમ્મસના કારણે તાજ મહેલ નહીં દેખાતા ટવિટર પર લખવામાં આવ્યું કે તાજ મહેલ ચોરી થઈ ગયું છે. કેટલાકે લખ્યું કે આ જાદુ છે અને આ જાદુ શિયાળાની મોસમનો છે.
ટવિટર પર લોકોએ તાજ મહેલ અને તેની આસપાસના એવા ફોટો પોસ્ટ કર્યા કે જેમાં તાજ મહેલ બિલ્કુલ પણ દેખાતું ન હતું. વધું પડતી ઠંડીના કારણે ગાઢ ધૂમ્મસ પથરાઈ જતાં તાજ મહેલ દેખાતું બંધ થઈ ગયું હતું.
हमारा ताज महल फिर चोरी हो गया….😂 😂 😂 pic.twitter.com/FTbDLPrhZ4
— Fitness Hero 💚 (@_rajsingh_007) December 30, 2019