ઠાકરે કેબિનેટનું કાલે થશે વિસ્તરણ, અજિત પવારને મળી શકે છે આ મોટી જવાબદારી, જૂઓ સંભિવત મંત્રીઓનું લિસ્ટ

મહારાષ્ટ્ર સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ આવતીકાલે એટલે કે 30મી ડિસેમ્બરે થશે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે એનસીપીના નેતા અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન હોઈ શકે છે. આ સાથે ગૃહ મંત્રાલય પણ અજિત પવારની પાસે રહી શકે છે.

જ્યારે એનસીપીના ધનંજય મુંડે નાણાં મંત્રાલય મેળવી શકે છે. એનસીપીના જયંત પાટિલને સિંચાઇ મંત્રાલય આપી શકાય છે. જ્યારે છગન ભુજબલને ગ્રામીણ વિકાસ મંત્રાલયની લગામ મળી શકે છે.

નવાબ મલિક, જીતેન્દ્ર અવ્હાડ, અદિતિ તટકરે, સુનીલ દેશમુખ, દિલીપ વલસે પાટીલ, દત્તા બરને, રાજેશ ટોપેના નામ પણ સંભવિત કેબિનેટમાં શામેલ છે.

હાલમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળા મંત્રીમંડળમાં 6 પ્રધાનો છે. વિધાન ભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાવાની સંભાવના છે. નોંધનીય છે કે અગાઉ કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને નીતિન રાઉત, શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ, એનસીપીના જયંત પાટીલ અને છગન ભુજબાલે 28 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે સાથે શપથ લીધા હતા. ત્રણેય પક્ષો વચ્ચે સત્તા વહેંચવાના સૂત્ર હેઠળ શિવસેનાનાં મુખ્ય પ્રધાન ઉપરાંત 16 પ્રધાનો રહેશે. જ્યારે એનસીપીની પાસે 14 અને કોંગ્રેસ પાસે 12 પ્રધાન હશે.