હેલ્મેટ વિના સ્કૂટી પર નીકળેલા પ્રિયંકા ગાંધીને થયો આટલો દંડ, પોલીસે ફાડ્યું ચાલાન

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે યુપીના લખનૌનાં રસ્તા પર બાઈક પર સવાર થઈને અસરગ્રસ્તોને મળવા માટે નીકળ્યા હતા. તેઓ બાઈક પર હેલ્મેટ વિના નીકળ્યા હતા. પોલીસે બાઈક સવારની ઓળખ કરી તેને આકરો દંડ ફટકાર્યો છે.

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે યુપીના લખનૌમાં સ્કૂટી પર બેસીને નીકળ્યા હતા. પ્રિયંકા ગાંધી અને બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું. આ દરમિયાન પોલીસે બન્નેના ફોટો જોઈને બાઈક ચાલકને 6100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

લખનૌમાં CAA અને NRCને લઈ થયેલા વિરોધ પ્રદર્શન પ્રિયંકા ગાંધી અને યુપી પોલીસ વચ્ચે અવારનવાર ચકમક ઝરી રહી છે. હાલ તો યુપી પોલીસ વર્સીસ પ્રિયંકા ગાંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ગાંધી પૂર્વ આઈપીએસ ઓફીસર દાદાપુરીને મળવા માટે ગયા હતા ત્યારે ન તો બાઈક સવારે હેલ્મેટ પહેર્યું હતું અને ન તો પ્રિયંકા ગાંધીએ.