જમ્બો માળખાની નિષ્ફળતા બાદ ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનમાં આટલા હોદ્દેદારો હશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું સંગઠન માળખું માત્ર 80 સભ્યોનું જ હશે જમ્બો માળખાની નિષ્ફળતા બાદ નવું માળખું નાનું રાખવા અમિત ચાવડાને આદેશ કરવામાં આવ્યો હતો. નવા માળખામાં આઠ ઉપપ્રમુખ, સોળ મહામંત્રી, પાંચ પ્રવક્તા, ચાળીશ મંત્રી અને પાંચ પ્રોટોકોલ મંત્રી હશે

ઉત્તરપ્રદેશની પેટર્ન પર ગુજરાત કોંગ્રેસનું નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે બીજી તરફ સંવિધાન બચાવો કુચમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ સાતવેં ગુજરાતનું નવું સંગઠન તૈયાર છે તેવી જાહેરાત કરી છે. જો કે તેની જાહેરાત નવા વર્ષે થશે તેવું જણાવ્યું હતું.

કોંગ્રેસના 135મા સ્થાપના દિવસે કોંગ્રેસ દ્વારા બંધારણ બચાવો, ભારત બચાવો રેલી કાઢવામાં આવી. મોદી સરકારને ઘેરવા કોંગ્રેસ દ્વારા મોદી સરકારને ઘેરવા દેશભરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં રેલી યોજાવામાં આવી હતી.