મનાલીની બર્ફીલી વાદીઓમાં કંગના રણોતની ઉછળકૂદ અને મોજ-મસ્તી

બર્ફીલા મોસમની મજા માણતી વખતે ઘણા સેલેબ્સ સ્વિટર્લેન્ડ તરફ વળ્યા છે, જ્યારે બોલિવૂડની ‘ક્વીન’ કંગના રણોત આજકાલ તેમના વતન મનાલીમાં છે. તેણે ત્યાં ક્રિસમસની ઉજવણી કરી છે અને હવે તે ત્યાં નવું વર્ષ પણ ઉજવવા માંગે છે. વાયરલ થઈ રહેલી કેટલીક તસવીરો અને વીડિયોમાં તે બરફની વચ્ચે મજા માણતી જોવા મળી રહી છે.

ટીમ કંગના રણૌતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા આ વીડિયોમાં કંગના તેના હાથમાં બરફ લઈને ઉછળતી જોવા મળી રહી છે. કંગના બરફની મજા માણી રહી છે અને સાથે ચિચિયારીઓ પણ પાડી રહી છે.

https://www.instagram.com/p/B6nnLOsF4pQ/?utm_source=ig_web_copy_link

તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “આઇસ આઇસ બેબી. બર્ફીલી વાદીઓમાં કંગના રણોત તેના પરિવાર સાથે આનંદ માણી રહી છે.”

તાજેતરમાં જ કંગના રણોતનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે રંગોળી અને તેના પરિવારના બાકી લોકો સાથે બેસીને ક્વોલિટી ટાઈમ પાસ કરતી જોવા મળી છે. કંગના રણોત સાથે બેઠેલી મહિલા પહાડી ભાષામાં ગીત ગાતી જોવા મળી રહી છે.

કંગનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેની ફિલ્મ પંગા નવા વર્ષમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમની ફિલ્મ પંગા વર્ષ 2020ના જાન્યુઆરીમાં રિલીઝ થશે. 24 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મની સાથે વરુણ ધવનની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર-3ડી રિલીઝ થવા જઈ રહી છે. પંગાની વાર્તા વિશે વાત કરીએ તો તે કબડ્ડી ખેલાડીના કમબેક અંગે છે.