અમિતાભ બચ્ચનને મળ્યું બોલિવૂડનું સર્વોચ્ચ સન્માન, દાદા સાહેબ ફાળકે અવોર્ડથી બચ્ચન વિભૂષિત

સદીનો મહાન હીરો કહેવાતા પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને આ સન્માન આપ્યું હતું. એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી, અમિતાભ બચ્ચને કહ્યું કે દાદાસાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરવાનો અર્થ છે કે હવે તે કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

બોલીવુડના બિગ-બી અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થયા પછી, તેમણે દેશના લોકો અને સમારોહમાં ઉપસ્થિત લોકોનો આભાર માન્યો. આ ખાસ પ્રસંગે તેની પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યાં હતાં.

આ ખાસ પ્રસંગે બિગ-બીએ કહ્યું હતું કે હું ભારત સરકાર અને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને તેમના વતી જૂરીના સભ્યોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેઓ મને આ લાયક ગણ્યો છે. ભગવાન આશીર્વાદ મળ્યા છે. માતાપિતા તરફથી આશીર્વાદરૂપ રહ્યા છે. લોકોનો ખબૂ પ્રેમ મળ્યો છે. ભારતના લોકો સૌથી વધુ પ્રેમાળ રહ્યા છે જેના દ્વારા હું તમારી સમક્ષ ઉભો રહ્યો છું. જ્યારે આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી ત્યારે મારા મનમાં એક સવાલ ઉભો થયો કે શું તે મારા માટે સંકેત છે બસ હવે બહુ થઈ ગયું. પણ હજુ વધારે કામ કરવાનું છે.

તમને જણાવી દઈએ કે 23 ડિસેમ્બરે જ્યારે 66મા નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમિતાભ બચ્ચન ભાગ લઈ શક્યા ન હતા. બીમાર હોવાથી અમિતાભ બચ્ચનને ડોક્ટરો દ્વારા મુસાફરી ન કરવાની સૂચના આપવામાં આવી હતી. અમિતાભ બચ્ચને જાતે 22 ડિસેમ્બરની સાંજે એક ટવિટ દ્વારા આ માહિતી આપી હતી.