દેખાવકારોને SP બોલ્યા, ખાઓગે યહાં કા, ગાઓગે કહીં ઔર કા, ચલે જાઓ પાકિસ્તાન

20 મી ડિસેમ્બરે મેરઠમાં થયેલી હિંસાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેરઠના એસપી  અખિલેશ નારાયણ દેખાવકારોને ધમકાવતા જોવા મળી રહ્યા છે. તેઓ દેખાવકારોને કહે છે કે, ‘ જાઓ પાકિસ્તાન’. આ વીડિયો મેરઠના લિસાડી ગેટ વિસ્તારનો છે. અહીં વિરોધ પ્રદર્શન કરનારાઓએ નાગરિકતા સુધારો કાયદાની વિરુધ્ધ ભારે હંગામો કર્યો હતો.

લિસાડી ગેટ પર દેખાવો દરમિયાન તોફાની તત્વોએ પોલીસ પર જબરજસ્ત પથ્થરમારો અને ગોળીબાર પણ કર્યો હતો. કેટલાક તોફાનીઓનો પીછો કરતાં સિટી એસપી સિટી અખિલેશ નારાયણ અને એડીએમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસપી સિટીએ ત્યાં ઉભેલા લોકોને કહ્યું, ‘જો તમારે જવું હોય તો પાકિસ્તાન જાવ, ભાઈ, તમે અહીં ખાશો અને બીજે ગાશો ક્યાંક’.( જાના હૈ તો ચલે જાઓ પાકિસ્તાન ભૈયા, ખાઓગે યહાં કા, ગાઓગે કહીં ઔર કા).

વીડિયોમાં તેઓ દેખાવકારોને ધમકાવતા પણ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું, “મને આ ગલી યાદ થઈ ગઈ છે, અને યાદ રાખજો જે મને યાદ રહી જાય છે તો એની નાની સુધી હું પહોંચી જાઉં છું. યાદ રાખજો તમે બધા.

વીડિયોમાં એસપી સિટી અને એડીએમ એમ પણ કહી રહ્યાં છે કે કાળા, પીળા કાપડ બાંધીને તમે વધારે તોફાન કરી રહ્યા છો. એડીએમ પણ કહેતા સંભળાય છે વધુ કાળા કપડાંના પહેરવાનો શોખી છે, તો સેકંડમાં બધું કાળું પડી જશે અને આખી જિંદગી કાળી થઈ જશે.

પોલીસનું કહેવું છે કે કાળા કપડા પહેરેલા કેટલાક તોફાનીઓ પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા સતત પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા હતા અને ગોળીબાર કરતા હતા. તેમનો પીછો કરતા મેરઠ સિટી એસપી અને એડીએમની આખી ટીમ સાથે તે ગલીમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ અધિકારીઓ તેમના પર ગુસ્સે થયા હતા. એસપી સિટી અખિલેશ નારાયણ સિંહે કહ્યું કે વીડિયોમાં જે કંઇ સાંભળ્યું તે દેખાવકારોના ટોળાને જવાબ અપાયો હતો જ્યારે તેઓ બધા જ પાકિસ્તાનના સમર્થનમાં ‘પાકિસ્તાન ઝીંદાબાદ’ ના નારા લગાવતા હતા.