મોદી સરકાર પર રાહુલ ગાંધી તૂટી પડ્યા, કહ્યું “આસામને નાગપુર અને RSSની ચડ્ડીવાળા નહીં ચલાવશે”

નાગરિકતા કાયદા અંગે દેશભરમાં વિરોધ વચ્ચે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુવાહાટીમાં રાહુલ ગાંધીએ બેફામપણે કહ્યું કે મોદી સરકાર દેશમાં નફરતનું વાતાવરણ બનાવી રહી છે. તેમણે કહ્યું કે આસામને નાગપુર અને આરએસએસની ચડ્ડીવાળા દ્વારા ચલાવવામાં આવશે નહીં. આ સાથે રાહુલ ગાંધીએ આ વાતાવરણ (સીએએના વિરોધ ને ડિમોનેટાઇઝેશન નંબર-ટૂ ગણાવ્યો.

કોંગ્રેસના સ્થાપના દિવસે દેશ બચાવો, બંધારણ બચાવો હેઠળ ગુવાહાટીમાં લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આખું વાતાવરણ કેમ છે? હું સમજાવું છું કે તે શા માટે છે કારણ કે તેમનું (ભાજપ સરકાર) લક્ષ્ય આસામના લોકો સામે લડવાનું છે … ભારતના લોકો સામે લડવું. તેઓ જ્યાં પણ જાય છે, ફક્ત દ્વેષ ફેલાવે છે.

કેન્દ્ર સરકાર પર હુમલો કરતા રાહુલે કહ્યું, ‘પીએમ મોદીને નોટબંધી, જીએસટી લાવીને અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. ભારત માતાને ચોટ પહોંચાડી છે. તેમનું કામ માત્ર કેટલાક નફરત ફેલાવાનું છે. પીએમ  મોદી જણાવે કે કેટલા યુવાનોને રોજગારી આપી છે. હવે આસામમાં યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. સમગ્ર દેશમાં આ જ માહોલ છે. તેમને ગોળી મારવામાં આવી રહી છે. જનતાના અવાજને ભાજપ સાંભળવા માંગતો નથી.  તમારા અવાજથી ડરે છે. દબાવી દેવા માંગે છે, યુવાનોને મારવા માંગે છે.

રાહુલ ને આગળ કહ્યું, ‘પીએમ મોદીએ નોટબંધીને કાળા ધન વિરુદ્વની લડાઈ બતાવી હતી. બધાને લાઇનમાં ઉભા કરી દીધા અને 3 લાખ, 50 હજાર કરોડ રૂપિયા 15-20 ઉદ્યોગપતિઓના હવાલે કરી દીધા. તેમનું કરોડોનું  દેવું માફ કરી દીધું. ખેડુતોનું કેટલું દેવું માફ કર્યું?

રાહુલ ગાંધીએ કહ્યું, બધાંએ એક થવાની જરૂર છે. ભાજપના નેતાઓને બતાવવું પડશે કે તે સંસ્કૃતિ. ઈતિહાસ પર આક્રમણ કરી શકતા નથી. બધા હળીમળીને રહીશું અને તેઓ આપણી વચ્ચે નફરત ફેલાવી શકશે નહીં.