CBIની પાંખો કપાઈ: નિર્મલા સીતારમણની મોટી જાહેરાત, બેન્કોની પરમીશન વિના CBIની તપાસ નહીં

નવી દિલ્હીમાં બેન્કોના પદાધિકારીઓને મળ્યા બાદ નાણામંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. ફેબ્રુઆરીમાં બજેટ રજુ થવાનું છે અને બજેટમાં બેન્કીંગ ક્ષેત્ર માટેની મુશ્કેલીઓનો ક્યાસ કાઢવા અને બેન્કોના સૂચનો મેળવવા માટે પ્રિ-બજેટ મીટીંગ કરવામાં આવી હતી.

બેન્કોના પદાધિકારીઓને મળ્યા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે બેન્કોની પરમીશન વિના સીબીઆઈ કોઈ પણ કેસમાં દખલ નહી કરી શકશે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ 6 વર્ષના તળિયે એટલે કે 4.5  ટકાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે અને અર્થવ્યવસ્થા હજી વધારે કથળી રહી હોવાના અંદેશા છે. આરબીઆઈએ 110 બેસિસ પોઇન્ટનો દર ઘટાડીને નવ વર્ષના તળિયામાં 5.40 ટકા સુધી સીમીત રાખ્યો છે.

નાણામંત્રીએ કહ્યું કે બેન્કોએ થ્રી-Cથી ડરવાની જરૂર નથી. થ્રી-C એટલે ક્રેડિટ – કેરેક્ટર, કેપિટલ અને કેપેસિટી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે રોકાણને વેગ આપવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડવા સહિત અનેક પગલાં લીધાં છે.