2020 લખવામાં આટલી સાવધાની રાખશો નહિંતર મૂકાઈ શકો છો મસમોટી મુશ્કેલીમાં

થોડા દિવસો પછી 2020નું વર્ષ શરૂ થઈ જશે. 2019 વિદાય લેશે. પણ આવનાર 2020 માટે કેટલી ટેક્નિકલ બાબતો મહત્વની બની જવાની છે. 2020 લખવામાં જરા સરખી ચૂક મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

હવે જાણીએ કે 2020માં સાવચેતી શા માટે રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. 2020 લખતી વખતે તમારે પૂરેપૂરી સન લખવાની ટેવ કેળવવી પડશે. 2020માં કોઈ પણ તારીખ લખતા સમયે આખી સન લખવાની રહે છે. દાખલા તરીકે તમે 31-01-2020 જ લખો. ન કે 31-01-20 લખો. જો તમે માત્ર 31-01-20 લખ્યું તો તમારી સાથે તારીખની સાથે છેડછાડ થવાની આશંકા રહેલી છે.

તમે માત્ર 31-01-20 લખ્યું તો કોઈ પણ ઠગબાજ અને તમને ભેરવવા માંગતી વ્યક્તિ આ તારીખમાં આસાનીથી ફેરફાર કરી શકે છે. હવે આપણે પહેલાં 31-01-2019 લખતા હતા અને તેમાં 31-01-19 કરીને લખતા હતા પણ 2020માં આવું કરવામાં સાવધાની રાખવાની રહેશે. કારણ કે ઠગ લોકો પોતાના ઈરાદાને સર કરવા માટે 31-01-2000 પણ કરી શકે છે અને 31-01-2019 પણ કરી શકે છે. કારણ કે છેલ્લો આંકડો 20 છે અને વર્ષ પણ 20 છે એટલે અંતમાં વર્ષ લખવાની સાથે સન પણ લખવાની આદત આખા વર્ષ દરમિયાન કેળવવાની રહેશે.

ખાસ કરીને ચેક અને સરકારી ડોક્યુમેન્ટ્સ માટે આ તકેદારી રાખવામાં જ ડહાપણ રહેલું છે. ચેક અને સરકારી ડોક્યુમેન્ટ્સ માટે આખી સન લખવી જ હિતાવહ રહેશે. તેમાંય વળી સરકારી અધિકારીઓએ તો આ ટેવને આત્મસાત કરવાની જરૂર છે. કારણ કે અનેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ રોજે રોજ લખાતા હોય છે. જેથી કરીને સાવધાની રાખવી જ સૌથી મોટી હોશિયારી છે.