કોટામાં બાળકોના મોત: ગેહલોતનું વિવાદિત નિવેદન, કહ્યું “આ કોઈ નવી વાત નથી, રોજ થાય છે બાળકોનાં મોત”

રાજસ્થાનના કોટામાં દસ નવજાત બાળકોના મોતની ઘટના બનવાના કેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનું લાગણીવિહન અને વિવાદિત નિવેદન આવ્યું છે. અશોક ગેહલોતે શનિવારે મીડિયાને કહ્યું હતું કે રાજસ્થાનની દરેક હોસ્પિટલમાં રોજ 3-4 બાળકોના મોત થાય છે. આ કોઈ નવી વાત નથી. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે પાછલા 6 વર્ષમાં સૌથી ઓછા મોત થયા છે.

જ્યારે મીડિયાએ ગેહલોતને પૂછ્યું કે હોસ્પિટલમાં બાળાકોના જાન ગયા છે તો તેની ભરપાઈ કોણ કરશે તો તેનો જવાબ આપતા ગેહલોતે કહ્યું કે તેમની પાસે આંકડા છે. પાછલા 6 વર્ષ કરતાં આ વર્ષે સૌથી ઓછા બાળકો મૃત્યુ પામ્યા છે. તેમણે દાવો કર્યો ક આ વર્ષે માત્ર 900 મોત થાય છે. બાળકાનો મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ છે પણ 1400 મોત થયા છે અને 1500 પણ થયા છે. આ વર્ષે અંદાજે 900 મોત થયા છે.

તેમણે કહ્યું કે 900 પણ શા માટે થયા? તે પણ નહીં થવા જોઈએ. દેશ-પ્રદેશની હોસ્પિટલોમાં રોજ 3-4 મોત થાય છે. આમાં કોઈ નવી વાત નથી. આ માટે હવે તપાસ કરવામાં આવી રહી છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે પાછલી સરકાર કરતાં આ સરકારે હોસ્પિટલોનાં ઓપરેશન થિયેટરને અપગ્રેડ કર્યા છે. નોંધનીય છે કે કોટામાં જેકેલોન માતૃ એવં શિશુ સંસ્થાનમમાં 10 નવજાત બાળકોના અચાનક મોત થયા. આ મહિના દરમિયાન આ જ હોસ્પિટલમાં 77 બાળકોના મોત થયા હતા.