અમેરિકાના આકાશમાં પ્લેનનો ખડકલો, થઈ ગયો ટ્રાફિક જામ, કારણ જાણો

ભારતમાં તહેવારો દરમિયાન ટ્રેનોમાં, બસોમાં અને વિમાનોમાં ભારે ભીડ હોય છે. વિમાનોની ટિકિટ મોંઘી થઈ જાય છે. પરંતુ નાતાલના પ્રસંગે અમેરિકામાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. અમેરિકામાં 21 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રજાઓ છે. આ ટાણે લાખો લોકો એક સ્થળેથી બીજી જગ્યાએ જાય છે. અમેરિકામાં 16 વર્ષમાં પ્રથમ વખત 24 અને 26 ડિસેમ્બરની વચ્ચે કુલ 70 લાખ લોકો ઉડાન ભરશે.

અમેરિકન ઓટોમોબાઈલ એસોસિએશનના જણાવ્યા અનુસાર અમેરિકામાં હાલ 12 હજારથી વધુ વિમાનો આકાશમાં ઉડતા હોય છે. એટલે કે 21 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી આ વિમાન 70 લાખ લોકોને ફ્લાઇટમાં લઈને ઉડશે. આ આંકડો પાછલા વર્ષ કરતા 9.9 ટકા વધારે છે.

અમેરિકામાં લગભગ 10.40 કરોડ લોકો 21 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રજાની મજા માણશે. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો લગભગ 3.8.ટકા વધારે છે.

અમેરિકન ઓટોમોબાઈલ એસોસિએશન અનુસાર, અમેરિકામાં હાલના દિવસોમાં કાર મારફત ટ્રાવેલીંગ કરનારો લોકોની સંખ્યા પણ ઓછી નથી. લગભગ 39 લાખ લોકો તેમની કારનો ઉપયોગ કરીને એક સ્થળેથી બીજી જગ્યાએ જશે. જે ગયા વર્ષ કરતા 9.9 ટકા વધુ છે.

અમેરિકન ઓટોમોબાઈલ એસોસિએશન અનુસાર, અમેરિકામાં લગભગ 38.10 લાખ લોકો ટ્રેન, બસો અને ક્રુઝ શીપનો ઉપયોગ કરીને રજાઓની મજા માણશે. ઉજવશે. જે ગયા વર્ષ કરતા 3 ટકા વધારે છે. રજાઓ માણવા અને વર્ષને વધાવવા માટે અમેરિકામાં ભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.