સલમાન ખાનને બહેન અર્પિતાએ આપી બર્થ ડેની ગિફટ, ફરી વાર બન્યો મામૂ

બોલિવૂડના દબંગ સ્ટાર એટલે કે સલમાન ખાન આજે 27 ડિસેમ્બરે તેમનો 54 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દિવસે તેની બહેન અર્પિતા એ એક મોટી ભેટ આપી છે. અર્પિતા ખાન શર્માએ તેના જન્મદિવસ પર ફરી એકવાર સલમાન ખાનને મામા બનાવ્યો છે. અર્પિતા અને આયુષ શર્માના ઘરે એક પુત્રીનો જન્મ થયો છે. આયુષ અને અર્પિતાએ આ નિર્ણય વિચારપૂર્વક લીધો હતો, કારણ કે તેઓ સલમાન ખાનના જન્મદિવસના દિવસે તેમના બાળકને જન્મ આપવા માગતા હતા.

સલમાન ખાન દર વર્ષે તેનો જન્મદિવસ પનવેલ સ્થિત તેમના લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં ઉજવે છે. આ પાર્ટી વિશે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ વખતે સલમાને જન્મદિવસની પાર્ટી અને અન્ય તમામ યોજનાઓને રદ કરી દીધી હતી. તેણે તેનો જન્મદિવસ અર્પિતાના ઘરે ઉજવ્યો

ખરેખર, ડૉક્ટરે અર્પિતાને 27 ડિસેમ્બરની ડિલિવરી તારીખ આપી હતી, એટલે કે સલમાનના જન્મદિવસના દિવસે તેનું બીજો સંતાન પણ દુનિયામાં આવવાનું હતું. આવી સ્થિતિમાં અર્પિતા અને આયુષે એ જ દિવસે બાળક લાવવાનું નક્કી કર્યું હ