પૂર્વ IPS અધિકારી સતીષ શર્મા સાથે છેતરપિંડી, જાણો આખો મામલો

સુરતમાંથી પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થયેલા સતીશ શર્માએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સતિષ શર્માની ફરિયાદ મુજબ આજે 26 ડિસેમ્બરના રોજ સવારે આશરે સવા સાત વાગે કોઈ અજાણ્યા ઇસમે તેમના એકાઉન્ટમાં પાસવર્ડ ચોરી કરી 4899 રૂપિયા ઉપાડી છેતરપિંડી કરી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ અંગે તેમને  ત્યારે ખબર પડી જ્યારે તેમના મોબાઈલ ફોન પર બેંકમાંથી રૂપિયા વિથડ્રો થવાનો મેસેજ આવ્યો.

પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમને ફરિયાદમાં તેમણે જણાવ્યુ છે કે તેમના ગાંધીનગર એસબીઆઈ બ્રાન્ચમાં એમનુ એકાઉન્ટ આવેલું છે. કોઈએ તેમનો પાસવર્ડ ચોરી કરી બેન્ક એકાઉન્ટ માંથી ચોરી કરી છે. જોકે આ સમગ્ર ઘટના અંગે સાઇબર ક્રાઇમે ગૂનો નોંધી તપાસ શરૂ કરી છે.