આવતીકાલે કોંગ્રેસનો 135મો સ્થાપનાદિનઃ સોનિયા, રાહુલ, પ્રિયંકા ઘેરશે મોદી સરકારને

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આવતીકાલે 134 મો સ્થાપના દિવસ હોવાથી દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. કોંગ્રેસને 134 વર્ષ પૂરા થઈને 135મું વર્ષ બેસશે. આ નિમિત્તે આવતીકાલે શનિવારે કોંગ્રેસ પક્ષ દેશના વિભિન્ન ભાગોમાં અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી દિલ્હીમાં અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આસામના ગુવાહાટીમાં સભા સંબોધશે તથા મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા યુપીના લખનૌમાં કાર્યક્રમોમાં ભાગ લેશે.

રાહુલ ગાંધી આજે રાયપુરમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનો પ્રારંભ કરાવશે. કોંગ્રેસ આ નિમિત્તે સિટીઝનશીપ એમેડમેન્ટ બિલના વિરોધમાં મોટાપાયે મોદી સરકાર પર તૂટી પડશે તેમ મનાય છે. યુપીમાં આ કાયદાના વિરોધમાં ઠેર-ઠેર મોટાપાયે વિરોધ પ્રવર્તે છે.