સિંગર આકૃતિ કક્કડનું બેગ મુંબઈમાં જ રહી ગયું તો સિંગરનો ગુસ્સો ફાટ્યો

સિંગર આકૃતિ કક્કડને દિલ્હી એરપોર્ટ પર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આકૃતિ મુંબઈથી દિલ્હી તો પહોંચી ગઈ પણ તેનું બેગ મુંબઈમાં જ રહી ગયું હતું. આ ઘટના મંગળવારે બની છે.

https://twitter.com/AKRITIMUSIC/status/1209457882401574918

આકૃતિએ ઈન્ડીગો એરલાઈન્સ વિરુદ્વ ટવિટર ગુસ્સો ઠાલવ્યો હતો અને તેણે આરોપ મૂક્યો હતો કે દિલ્હીમાં લેન્ડ થઈ ગઈ અને એરલાઈન્સે બેગ મુંબઈમાં જ છોડી દીધું હતું.

સિંગરે કહ્યું કે ‘ફાસ્ટ ફોરવર્ડ’ માર્કવાળી તેની બેગ ગરમ કપડાથી ભરેલી હતી અને એરલાઇન્સની ભૂલના કારણે તે દિલ્હીની ઠંડીમાં ધ્રુજારી અનુભવી રહી છે. આકૃતિએ ત્રણ ટવિટ કર્યા. તેણે એમ પણ કહ્યું કે દિલ્હી એરપોર્ટના સ્ટાફે પણ તેને મદદ કરી નથી.