દોઢ લાખનો ચશ્મો? સૂર્યગ્રહણ પર બન્યા મીમ્સ તો PM મોદીએ કહ્યું “એન્જોય કરો”

સોશિય મીડિયા પર અનેક ચર્ચિત હસ્તીઓની હાજરી અવાર-નવાર જોવા મળે છે. આ વેળાએ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની હાજરીથી લોકોનાં દિલ જીત્યા. ટવિટર પર પીએમ મોદીની સૂર્ય ગ્રહણ જોતી તસવીર જોઈને યૂઝર્સે કહ્યું કે હવે આના પર મેમ્સ પણ બનશે તો પીએમ મોદીએ આનો હળવો જવાબ આપ્યો  હતો.

પીએમ મોદીએ આજે સૂર્યગ્રહણની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતી વખતે યુઝરે ટવિટર પર લખ્યું, “હવે આ મેમ્સ બની ગયું.” આના જવાબમાં વડા પ્રધાને યૂઝરના ટવિટને રિટવિટ કર્યું અને લખ્યું, “તમારું સ્વાગત છે, એન્જોય કરો. ”

આ પહેલીવાર નથી જ્યારે કોઈ મહત્વના હોદ્દા પર બેઠેલી કોઈ હસ્તીએ આવો જવાબ આપ્યો હોય. અરવિંદ કેજરીવાલની મજા લેતા યુઝરે ટવિટ કર્યું હતું કે હજુ સુધી તમારું મફલર હજી બહાર આવ્યું નથી. આના જવાબમાં કેજરીવાલે લખ્યું કે મફલર ઘણા સમય પહેલા જતો રહ્યો હતો. શરદી ખૂબ વધારે છે અને તમે બધા તમારી જાતનું ધ્યાન રાખો.

ખરેખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂર્યગ્રહણની તસવીરો શેર કરતાં લખ્યું હતું કે ‘ઘણા ભારતીયોની જેમ હું પણ સૂર્યગ્રહણ માટે ઉત્સુક હતો. કમનસીબે વાદળોને કારણે હું સૂર્યગ્રહણ જોઇ શક્યો નહીં પણ કોઝિકોડમાં ગ્રહણની ઝલક જોઈ. નિષ્ણાતો સાથે વાતચીત કર્યા પછી મારું જ્ઞાનવર્ધન થયું છે.

એક યૂઝરે તો પીએમ મોદીના ચશ્માને લઈ ભારે કરી. યૂઝરે ચશ્માને જર્મનીની બનાવટનું બતાવ્યું અને તેનું આખું વિશ્લેષણ પણ આપ્યું. એક યૂઝરે ચશ્માને કિંમત દોઢ લાખ રૂપિયા આંકી દીધી.