આ પૂર્વ ક્રિકેટરે કહ્યું કે “ICC રેન્કીંગ ટોટલી બકવાસ છે”

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને ICC(ઈન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સીલ)ની રેન્કિંગ સિસ્ટમની આકરી ટીકા કરી છે અને તેને ‘સંપૂર્ણ વાહિયાત’ ગણાવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં તે ફક્ત એક જ ટીમને તેની ધરતી પર ઓસ્ટ્રેલિયાને પડકારતી જુએ છે અને તે છે ભારત.

ભારત હાલમાં આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં આગળ છે. તે પછી ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આવે છે. ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા વોનને લાગે છે કે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ અનુક્રમે બીજા અને ચોથા ક્રમાંક માટે હકદાર નથી કારણ કે તેઓ છેલ્લા બે વર્ષમાં પૂરતી ટેસ્ટ શ્રેણી જીતી શક્યા નથી.

વોને કહ્યું કે, હું આઈસીસી રેન્કિંગ વિશે સંપૂર્ણ પ્રમાણિક છું. હું માનું છું કે આ સંપૂર્ણ નોનસેન્સ છે. “તેમણે કહ્યું,” મને ખબર નથી કે છેલ્લાં બે વર્ષમાં ન્યુઝીલેન્ડે કેવી રીતે ટેસ્ટ સિરીઝ જીતી છે પરંતુ તે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી, ખાસ કરીને વિદેશી ધરતી પર, ટેસ્ટ ક્રિકેટમાં લડત સતત સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ તે ત્રીજા (હવે ચોથા) સ્થાને છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટનએ કહ્યું કે આઇસીસી રેન્કિંગ્સ ભ્રામક છે. તેણે કહ્યું, ‘તેઓએ (ઇંગ્લેંડ) ઘરેલુ શ્રેણી જીતી લીધી છે.  ઇંગ્લેન્ડની એશિઝ સિરીઝ ડ્રો થઈ હતી. ઈંગલેન્ડ ફક્ત આયર્લેન્ડને હરાવી શક્યું છે. મારું માનવું છે કે રેન્કિંગ થોડી ભ્રામક છે.

વોને કહ્યું, “હું ન્યુઝીલેન્ડને વિશ્વની બીજી શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ માનતો નથી.” ખાસ કરીને અહીં ઓસ્ટ્રેલિયામાં તો ઓસ્ટ્રેલિયા જ એક વધુ સારી ટેસ્ટ ટીમ છે.

વોને એમ પણ કહ્યું હતું કે, ફક્ત ભારત જ તેની ધરતી પર ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં નાંખી શકે છે. તેમણે કહ્યું કે વિરાટ કોહલીની ટીમમાં સારા ઝડપી બોલરો, સ્પીનરો અને અનુભવી બેટ્સમેન છે જે ઓસ્ટ્રેલિયાને પડકાર આપી શકે છે.

તેમણે કહ્યું, ‘મને લાગે છે કે તેમાં કોઈ શંકા નથી કે ફક્ત ભારત અને ઓસ્ટ્રેલિયા જ વિશ્વની બે શ્રેષ્ઠ ટેસ્ટ ટીમો છે. મારું માનવું છે કે એક જ ટીમ છે જે અહીં આવીને ઓસ્ટ્રેલિયાને પ્રેશરમાં મૂકી શકે છે અને તે ભારતની ટીમ છે.

વોને કહ્યું, “(સ્ટીવ) સ્મિથ, (ડેવિડ) વોર્નર અથવા (માર્નસ) લ્યુબેશન આ પહેલાની સિરીઝમાં ન હતા અને આશા છે કે આવતા વર્ષના અંતમાં ભારતની ટીમ પાછી આવશે ત્યારે બધા જ ફિટ થઈ જશે.”