મિસાઈલ હુમલાનો ડર, રોકેટનો અવાજ સાંભળી બેન્જામીન નેતાન્યાહુએ અધવચ્ચે રેલી છોડી દીધી

ઇઝરાઇલી હુમલામાં ઇસ્લામિક  કમાન્ડર  માર્યા ગયા બાદ અનેક વાર વાર મિસાઇલ હુમલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઇઝરાઇલના લોકોમાં માત્ર ડરનો માહોલ છે જ, પરંતુ રોકેટનો અવાજ સાંભળીને વડા પ્રધાને પણ રેલી છોડી દીધી હતી. ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ગાઝાથી ફાયરિંગનાં સાંભળતા જ બુધવારે સાંજે અધવચ્ચે રેલી છોડી હતી. નેતાયાન્યાહુ પાર્ટીના પ્રાયમરી માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.

નેતાન્યાહુએ રોકેટનો અવાજ સાંભળીને અધવચ્ચે  કોઈ કાર્યક્રમ છોડી દેવાની આ ઘટના બીજીવાર બની છે. નોંધપાત્ર વાત એ છે કે ગાઝામાં ઇસ્લામિક કમાન્ડરની હત્યા થયા પછી ત્યાંથી 200 મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા.

ઇઝરાઇલી સૈન્યએ જણાવ્યું હતું કે, “ઇઝરાઇલના પ્રદેશ તરફ ગાઝા પટ્ટીથી મિસાઇલ છોડવામાં આવી હતી, જેને આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અટકાવવામાં આવી હતી.” એવું કહેવામાં આવ્યું છે કે આ મિસાઇલ છોડ્યા પછી પેલેસ્ટાઇન એન્ક્લેવ અને દક્ષિણ શહેર અશ્કેલોનમાં સાયરન વાગવા માંડ્યા હતા. વડા પ્રધાન અશ્કેલોનમાં જ રેલીને સંબોધન કરવાના હતા. ઇઝરાઇલ સરકારના પ્રસારણકર્તા કેએએન-11 એ સલામતી રક્ષકોને બતાવતા ફોટાઓ જાહેર કર્યા હતા જેમાં નેતન્યાહુને ‘રેડ એલર્ટ’ અંગે જણાવવામાં આવી રહ્યું છે.

આ પહેલાં 10 સપ્ટેમ્બરના રોજ  લિકુડ પાર્ટીના વડાને દક્ષિણના શહેર અશ્દોદમાં ચૂંટણી રેલી છોડવી પડી હતી, કારણ કે ગાઝા પટ્ટીથી હુમલો કરવાની ચેતવણી વાળા સાયરન સંભળાતા હતા. ઇઝરાઇલી સૈન્યએ જણાવ્યું કે ગયા અઠવાડિયામાં ગાઝાથી ઇઝરાઇલ તરફ બે રોકેટ છોડવામાં આવ્યા હતા. જેના જવાબમાં ઇઝરાઇલના બે લડાકુ વિમાનોએ હમાસના કેમ્પસ પર બોમ્બનો વરસાદ કર્યો હતો.