ભારે તબાહીવાળું છે આવતીકાલનું પાંચ ક્લાક,36 મીનીટનું સૂર્ય ગ્રહણ, જાણો કેટલા વાગ્યે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે?

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બર 2019 એટલે કે આવતીકાલે  થવાનું છે. આ ગ્રહણ આવતીકાલે સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને 1 .56 મીનીટ સુધી ચાલુ રહેશે. જ્યોતિષીઓ કહે છે કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પાયમાલી અને વિનાશ સર્જી શકે છે. તેથી લોકોને સાવચેત રહેવાની જરૂર છે.

સૂર્યગ્રહણ અને તેના પ્રભાવનું ગણિત આચાર્ય ભૂષણ કૌશલ દ્વારા સમજાવવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે આ સૂર્યગ્રહણ જાહેર અને અંગત જીવન બંનેને અસર કરશે. તેનાથી બચવા માટેનાં પગલા પણ તેમણે આપ્યા છે.

આચાર્ય ભૂષણ કૌશલના મતે, આ ગ્રહણની અસર આવતા વર્ષે પણ થશે. કેતુમાં સૂર્યગ્રહણ જોવા મળે છે અને તે ભારતમાં પણ દેખાશે.

આને કંકણા સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.આ ગ્રહણ સવારે 9.6 કલાકે કંકણ ગ્રહણ શરૂ થશે અને 12:29 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ 1.36 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનું ટોટલ ટાઈમ 5 કલાક 36 મીનીટની રહેશે.

26 ડિસેમ્બરે કાલ પુરૂષની કુંડળીમાં ધન રાશિનો ઉદય થઈ રહ્યો છે. ભારતની રાશિ કર્ક છે. આ ગ્રહણ કર્ક રાશિના છઠ્ઠા ગૃહમાં ગ્રહણ લાગી રહ્યું છે.  છઠ્ઠું ઘર રોગ, શત્રુ, મુશ્કેલી, દુર્ઘટના, આપત્તિ અને કુદરતી આપત્તિ માટે જવાબદાર છે.

જ્યોતિષી ભૂષણ કૌશલના જણાવ્યા અનુસાર છઠ્ઠા ગૃહમાં પાંચ ગ્રહોનો યોગ પણ બની રહ્યો છે. ધન રાશિમાં સૂર્ય ઉપરાંત ચંદ્ર, બુધ, ગુરુ, શનિ કેતુ બેઠા છે. શનિ ધન રાશિમાં હોવાથી, બધા ગ્રહો ભારે થઈ જશે. જ્યારે કાલ પુરુષની કુંડળીમાં બધા ગ્રહો એક તરફ જાય છે, તો તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.