ઓશોના પર્સનલ સેક્રેટરી મા આનંદ શીલાએ પ્રિયંકા ચોપરાને મોકલી નોટીસ, જાણો શું છે મામલો?

હાલમાં બોલીવૂડમાં બાયોપિકનો દોર ચાલી રહ્યો છે. રમતવીરો, રાજકારણીઓ, અવકાશયાત્રી અને અભિનેતાઓના જીવન પર ફિલ્મો બનાવવામાં આવી રહી છે. હવે ઓશો રજનીશના જીવન પર ફિલ્મ બની રહી છે.

આચાર્ય રજનીશ ઉર્ફે ઓશો. તેમના જીવન પર બાયોપિક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ડિરેક્ટર શકુન બત્રાએ આ બાયોપિકની ઘોષણા કરી હતી. તેણે ‘એક મૈં ઔર એક તુ’ અને ‘કપૂર એન્ડ સન્સ’ જેવી ફિલ્મ્સનું દિગ્દર્શન કર્યું છે. પ્રિયંકા ચોપરાએ ઓશોના પ્રવક્તા અને પર્સનલ સેક્રેટરી મા આનંદ શીલા એટલે કે શીલા બાર્ન્સટિલની ભૂમિકાની ઘોષણા કરી હતી. આ પછી મા આનંદ શીલાએ પ્રિયંકા ચોપરાને લીગલ નોટિસ મોકલી હતી.

હવે મા શીલાએ ઓશોની બાયોપિકમાં તેના પાત્રને લગતી પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે મીડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે…

“મેં પ્રિયંકાને (નોટિસમાં) કહ્યું હતું કે, મેં તેને ક્યારેય તેના પર ફિલ્મ બનાવવાની મંજૂરી આપી નથી, કે ન તો તેને મારી ભૂમિકા માટે પસંદ કરી છે. હું સ્વિટ્ઝર્લેન્ડ માં હતી, જ્યાં મેં તેને નોટિસ મોકલી હતી. મેં તેને એક મેઇલ મોકલ્યો, જેને ત્યાં (સ્વિટ્ઝર્લેન્ડમાં) લીગલ નોટિસ માનવામાં આવે છે. પરંતુ પ્રિયંકા તરફથી મેઈલ મળવાનો કોઈ કર્ટસી લેટર પણ આવ્યો ન હતો.કદાચ તેને ક્યારેય મને મળવાની તક મળી ન હોય અથવા મને મળવાનો સમય મળ્યો ન હોય, તે મોટો મુદ્દો નથી. દરેકને મારી પાસે મળવાનો સમય નથી હોતો. શીલા હાલમાં સ્વિટ્ઝર્લેન્ડની માઈસસપ્રક વેલીમાં ઘરે રહે છે. તેમણે કહ્યું કે જો ઓશો પર બાયોપિક બનાવવામાં આવી છે, તો તેમાં આલિયા ભટ્ટને આ ફિલ્મમાં મારું પાત્ર ભજવવાની મંજૂરી આપી શકે છે.”

તેમણે કહ્યું કે મારી બહેને આલિયાની ફિલ્મો જોઈ છે, તેના આગ્રહથી મેં તેની કેટલીક ફિલ્મો જોઈ અને મને લાગ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે હું બરાબર તેના જેવી જ દેખાતી હતી. મેં મારી બહેનને પૂછ્યું- જ્યારે હું નાની હતી, ત્યારે તે આલિયા જેવી દેખાતી હતી? તેણે કહ્યું – હા તમે આવા જ દેખાતા હતા. મને લાગે છે કે આલિયામાં, તે વસ્તુ છે અને હિંમત છે જે મારામાં હતી. હિંમતવાન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે સ્વાભાવિક છે.

આલિયા ભટ્ટ અગાઉ ફિલ્મ રાઝીમાં સેહમતની ભૂમિકા નિભાવી ચૂકી છે. રાઝી ફિલ્મ એક પુસ્તક પર આધારિત છે જેમાં સેહમત પાકિસ્તાનમાં રહેતી એક ભારતીય જાસૂસ મહિલા હતી.

ખબર મળી રહ્યા છે કે કરણ જોહરનું પ્રોડક્શન હાઉસ આ ફિલ્મ બનાવવા જઇ રહ્યું છે. પરંતુ તેની તરફથી આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઓશોની ભૂમિકા માટે આમિર ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ આ મામલો આગળ આવ્યો નહીં.