સુરતના વેપારીએ પોતાની મિલ્કતના ડોક્યુમેન્ટ કાપડ પર બનાવ્યા

સુરતના કાપડના વેપારીએ પોતાની મિલકતનો દસ્તાવેજ કાપડ પર બનાવ્યો છે. વકીલ અરુણ લાહોટી હસ્તક બનાવવામાં આવેલો કાપડ પરનો દસ્તાવેજ દેશનો પ્રથમ કાપડ પર બનાવેલો દસ્તાવેજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ પહેલાં સુરતના વકીલે ગોલ્ડમાં પોતાના ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. જેની પણ ખાસ્સી ચર્ચા થઈ હતી, વેપારીએ પોતાના ડોક્યુમેન્ટ કાપડ પર તૈયાર કરતા સોશિયલ મીડિયામાં આવ સમાચાર વાયુવેગે પ્રસરી જવા પામ્યા હતા.