વડોદરા એરપોર્ટનું નામ “સર સયાજીરાવ ગાયકવાડ” રાખવા માંગણી

વડોદરા એરપોર્ટ સલાહકાર કમિટીની મીટીંગ આજરોજ મળી રહી છે. મીટીંગ મળે તે પહેલાં વડોદરા જનજાગૃતિ અભિયાન સમિતિ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત દ્વારા વડોદરા એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ નામ આપવા અ માંગણી છે. તેમણે કહ્યું  ભૂતકાળમાં વડાપ્રધાન મોદી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આ એરપોર્ટને આ નામ નહી દેવાય અને કમિટી આજે સૌ પ્રથમ ઠરાવ કરે અને સરકારને વડોદરા એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ નામ આપવામાં આવે તેવી અમારી માંગણી છે.

તેમણે જણાવ્યું કે વડોદરાનાં મહાન રાજવી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરને જ બલ્કે રાષ્ટ્રને ઘણી અનમોલ ભેટો આપેલી છે. વડોદરાને વિશ્વના નકશામાં મુકનાર અને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તરે વડોદરાનું સર્જન કરનાર આ દુરંદેશી, વિશ્વના 13 સ્વપ્નદ્રષ્ટામાંના એક એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડને વડોદરા શહેરની પ્રજા ભૂલી શકે તેમ નથી અને વડોદરાની પ્રજા તેમની ઋણી છે.

તેમણે કહ્યું કે વડોદરાની પ્રજા મહારાજા સયાજીરાવ સાથે લાગણીથી જોડાયેલી છે. વડોદરા શહેરને શ્રેષ્ઠ અને અમુલ્ય ભેટ સમી વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થા મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી જેને વિશ્વને ખુબ સારા નાગરિકો આપ્યા છે. વડોદરા અને ગુજરાતમાં તેમના રાજ્યમાં શિક્ષણ અને કન્યા કેળવણી મફત જેવા 11મી સદીના મહત્વના વિચારો એમણે 18મી-19મી સદીમાં આપેલા. પશ્ચિમ  ભારતના મહત્વના રેલ્વે ડીવીઝન રોડ વગેરે સુંદર રીતે દેશના મહત્વના શહેરોમાં જોડાયેલા છે. આવા મહારાજા જેને દેશમાં સૌપ્રથમ ગટરલાઇન, ડામરના રોડ સહિત બાગ-બગીચાઓ વગેરેની ભેટ આપેલ છે.

નરેન્દ્ર રાવતે જણાવ્યું કે વડોદરામાં વિશ્વની સેવાની શરૂઆત થયા પહેલા મહારાજા દ્વારા આ દિશામાં ઐતિહાસિક પગલાં લીધેલા છે. વડોદરા એરપોર્ટ જયારે ઇન્ટરનેશનલ થઈ રહ્યું છે, ત્યારે તેનું નામકરણ મહારાજા સયાજીરાવ સાથે જોડાયેલું હોય તે સ્વાભાવિક છે, જેના માટે અન્ય નામની વિચારણા કૈલાસવાસી મહાન રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડનું અપમાન તો ગણાય સાથે સાથે વડોદરાનું અપમાન અને ઋણી વડોદરાની પ્રજા માટે શરમજનક ગની શકાય.