રાહુલ બહાર થઈ જતાં રોહિત કરી શકે છે ટેસ્ટમાં ઓપનીંગ

સતત નબળા પ્રદર્શનને કારણે ઓપનર લોકેશ રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે પસંદગી સમિતિના અધ્યક્ષ એમ.એસ.કે.પ્રસાદે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. રાહુલના બહાર નીકળ્યા બાદ ટીમ ઈન્ડિયાના ઓપનર બદલાશે. હવે રોહિત શર્માને ઓપનિંગ માટે તક મળશે.

ખરેખર રાહુલની એક્ઝિટથી રોહિત માટે ઇનિંગ શરૂ કરવાનો માર્ગ સાફ થઈ ગયો છે. ટીમ પસંદગીકારોની બેઠક બાદ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે, અમે રોહિતને ટેસ્ટમાં ઇનિંગ્સ ખોલવાની તક આપવા માંગીએ છીએ. પ્રસાદે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદથી રોહિતને ટેસ્ટમાં ઓપનીંગ કરાવવાના સંકેત આપ્યા હતા. ઇનિંગની શરૂઆત મયંક અગ્રવાલ સાથે કરશે.

પ્રસાદે કહ્યું, “અમે ગીલને મીડલ ઓર્ડર અને ઓપનર એમ બન્ને રીતે જોઈ રહ્યા છીએ. હાર્દિક પંડ્યા વિશે તેમણે કહ્યું હતું કે તે ઘરેલું સ્થિતિમાં ફીટ થઈ રહ્યા નથી. પ્રસાદે મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અંગે કહ્યું કે ધોની ક્રિકેટમાંથી સન્યાસ લઈ રહ્યા નથી.

રોહિતે તેની ટેસ્ટ ડેબ્યૂ લગભગ 6 વર્ષ પહેલા કરી હતી. અત્યાર સુધીમાં તેણે 27 મેચ રમી છે, જેમાં 3 સદી અને 10 અડધી સદી ફટકારી છે. આ સફર બાદ રોહિતને ઓપનીંગની તક મળી રહી છે. તેના માટે આ એક સારી તક છે.

ટેસ્ટ ટીમ – વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મો. શમી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને, શુભમન ગીલ.