નેટ બંધ છે તો શું થયું? માત્ર એક SMSથી પણ મોકલી શકો છો રૂપિયા, જાણો કેવી રીતે?

જો તમારા મોબાઇલમાં ઇન્ટરનેટ સુવિધા કોઈ કારણસર બંધ કરવામાં આવી છે, તો પછી તમે SMS દ્વારા વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા મોકલી શકો છો. આ સુવિધા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેને અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા (યુએસએસડી) કહેવામાં આવે છે. પરંતુ પ્રચારના અભાવને કારણે ગ્રાહકોને તેની જાણકારી નથી હોતી.

ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ઇન્ટરનેટ સુવિધા છેલ્લા ઘણા દિવસોથી બંધ હતી. આવી સ્થિતિમાં નેટ બેન્કિંગ અને મોબાઈલ બેંકિંગ સંપૂર્ણ સ્થગિત થઈ ગઈ હતી. ઘણાને પૈસા ટ્રાન્સફર કરવા માટે બેંકની શાખાઓમાં જવું પડ્યું હતું.

લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર ઓ.એન.સિંહે જણાવ્યું હતું કે આ સુવિધા સ્માર્ટ ફોન યુઝર્સ તેમજ સામાન્ય ફોન યુઝર્સ મેળવી શકશે. આ માટે  ગ્રાહકના બેંક ખાતામાં દાખલ કરેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરવો જરૂરી છે.

એચડીએફસી બેંકના ક્લસ્ટર હેડ અજય ગુપ્તાએ જણાવ્યું હતું કે યુએસએસડી એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પ્લેટફોર્મ છે. આ સુવિધા અંતર્ગત દસ વ્યવહારોમાં વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા મોકલી શકાય છે. આ માટે નવા ગ્રાહકોએ પ્રથમ વખત યુપીઆઈ પીન રજિસ્ટર્ડ કરવાની રહે છે.

આ સુવિધા મેળવવા માટે ગ્રાહકે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી સ્ટાર-99 હૈશ લખીને ખાતામાં ડાયલ કરવો પડશે. આ પછી પ્રક્રિયા શરૂ થશે. ખાતાની વિગતો અને જેની સાથે પૈસા મોકલવાના છે તેની રકમ ભર્યા પછી પૈસા નક્કી કરેલા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.