આર્થિક મંદી પર IMFએ ભારતને ચેતવ્યું, કહ્યું”ટૂંકા સમયમાં ભરવા પડશે સજ્જડ પગલાં “

દેશ અને દુનિયાની મોટાગજાની આર્થિક સંસ્થાઓ દ્વારા ભારતના જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ( ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ-IMF) દ્વારા પણ ભારતને ચેતવણી આપવામાં આવી છે. IMF કહ્યું છે કે ભારતે ટૂંક સમયમાં સજ્જડ પગલા ભરવા પડશે. IMF પ્રમાણે ભારતીય અર્થ વ્યવસ્થા વૈશ્વિક આર્થિક વિકાસ દરને વધારનારી અર્થ વ્યવસ્થા પૈકીની એક છે.

IMFનું કહેવું છે કે રોકાણ અને વપરાશ ઓછું થવાના કારણે રેવેન્યુમાં ઘટાડો થયો છે, જેના કારણે ભારતના વિકાસ દરને મોટો ઝટકો લાગ્યો છે. એશિયા અને પ્રશાંત ક્ષેત્રના IMF હેટ રાનિલ સાલગાડોના જણાવ્યા પ્રમાણે ભારતની હાલની આર્થિક મંદીને દુર કરવા અને ઈકોનોમિક ગ્રોથને ફરી પાટે લાવવા માટે ટૂંક સમમાં નીતિવિષયત કાર્યવાહી કરવાની જરૂરિયા છે. હાલ ભારત સરકાર પાસે વિકાસ પર ખર્ચ દ્વારા અર્થ વ્યવસ્થાને વધારવાના બહુ ઓછા વિકલ્પો બચ્યા છે.

IMF દ્વારા 20 જાન્યુઆરી-2020માં નવો રિપોર્ટ જાહેર કરશે. IMFના મુખ્ય અર્થ શાસ્ત્રી ગીતા ગોપીનાથના જણાવ્યા પ્રમાણે 2019-20ના ડિસેમ્બર અને માર્ચ મહિના દરમિયાન વિકાસ દર નબળો રહી શકે છે. તેમનું કહેવું છે કે પહેલા અમે બે મહિના માટે તેજીની શક્યતા વ્યક્ત કરી હતી. પરંતુ હાલ રિકવરીના સંકેત મળી રહ્યા નથી. વર્તમાન સ્થિતને જોતાં જૂના અનુમાનને બદલી નાંખવામાં આવ્યો છે.