હેલ્મેટ પહેરવા તૈયાર રહો : મંત્રી ફળદુએ કહ્યું, ’નાગરિકોએ હેલ્મેટ પહેરવાની માનસિતા રાખવી પડશે’

આજે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોએ હેલ્મેટ પહેરવાની સ્પષ્ટ માનસિકતા કેળવવી પડશે. તેમણે જણાવ્યું કે સુપ્રિમ કોર્ટ દ્વાર નિમાયેલી રોડ સેફ્ટિ કાઉન્સિલ દ્વારા રાજ્યને એક પત્ર મળ્યો છે. આ પત્ર અંગે મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ છે. આગામી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે.

ફળદુએ વધુમાં જણાવ્યું, સરકારમાં આ બાબત વિચારણા હેઠળ છે. સુપ્રિમ કોર્ટ દ્વારા ઘડાયેલા રોડ સેફ્ટિ કાઉન્સિલનો એક પત્ર રાજ્યના મુખ્ય સચિવને આવ્યો છે. એમાં શું દિશા નિર્દેશો છે તેની મને જાણકારી નથી. પરંતુ મુખ્યમંત્રી સાથેની વાતચીત મુજબ દેશના તમામ રાજ્યોએ રોડ સેફ્ટિ ઓથોરિટીની રચના કરવાની થાય છે. રાજ્યએ પણ આ રચના કરી છે. આર.સી ફળદુએ વધુમાં કહ્યું કે માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીની કારણે આપણે આશાસ્પદ લોકો ગુમાવી રહ્યા છે. રાજ્યનાં યુવાનોને પણ મારી ઇન્જરી છે કે આવા અકસ્માતો બાદ પરિવાર બરબાદ થઈ છે.

સરકાર, સુપ્રિમ કોર્ટ, રોડ સેફ્ટિના કાઉન્સિલનો એક જ મત છે કે લોકોની સાવચેતી જળવાઈ. જેથી રાજ્યવાસીઓને મારી નમ્ર વિનિંતી છે, તમે હેલ્મેટ ખરીદી લીધા છે તો ઘરે શું કામ કરો છો? રાજ્યવાસીઓને મારી વિનિંતી છે કે હેલ્મેટ પહેરવાની માનસિકતા રાખો.ફળદુએ ઉમેર્યુ કે સુપ્રિમ કોર્ટે ભારત સરકારને સ્પષ્ટ નિર્દેશ કર્યા છે કે માર્ગે અકસ્માતો નિવારવા માટે કેટલાક મક્કમ પગલાં ભરવા પડશે.

આપણને સુપ્રિમ કોર્ટ જ્યારે આપણને આટલું સ્પષ્ટ સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે ત્યારે શું આપણે સુપ્રિમ કોર્ટના નિમયોને નહીં પાળીએ.

તેમણે અંતમાં કહ્યું, કે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીથી કોઈનું પણ મૃત્યુ થાય તે પોસાશે? સતતને સતત શહેરોમાંથી આવી રહેલી રજૂઆતોના કારણે આપણે આ દિશામાં જવુ પડશે. સરકાર પ્રજામાંથી બનેલી પ્રજા છે. તમે સતત અમારી પર દબાણ કરો તો સરકારમાં બેસેલા પણ લોકો છે. આપણે માનસિકતા કેળવીએ. મારે ગુજરાતના અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મીડિયાને વિનંતી કરવી છે.

આપ ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ નિયમ પાળવા તૈયાર રહેવું જોઈએ.આગામી કેબિનેટની બેઠકમાં શહેરી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદા અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.