કોર્ટનો આદેશ: તેજ પ્રતાપે દર મહિને ઐશ્વર્યાને આપવા પડશે આટલા લાખ રૂપિયા, કેસ લડવાનો ખર્ચ પણ આપવો પડશે

મંગળવારે ફેમિલી કોર્ટમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ અને પુત્રવધૂ ઐશ્વર્યાના છૂટાછેડા કેસની સુનાવણી કરવામાં આવી. આ દરમિયાન કોર્ટે ઐશ્વર્યાને વચગાળાનું ખાધા-ખોરાકીનું ભથ્થું આપવાનો આદેશ કર્યો છે. કોર્ટના હુકમ મુજબ તેજ પ્રતાપે ખાધા-ખોરાકી અને રહેવા માટે ઐશ્વર્યાને દર મહિને 22 હજાર ચૂકવવા પડશે. આ ઉપરાંત તેજ પ્રતાપે કેસ લડવા માટેનો ખર્ચ પણ ઐશ્વર્યાને આપવાનો રહેશે. રાયને ઉઠાવવી પડશે અને અલગથી બે લાખ રૂપિયા પણ આપવાના રહેશે.

તમને જણાવી દઇએ કે લગ્નના કેટલાક મહિના પછી લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પત્ની ઐશ્વર્યા સાથે રહેવાની ના પાડી હતી અને ફેમિલી કોર્ટમાં તેની સાથે છૂટાછેડાની અરજી કરી હતી. આના પર કોર્ટે પત્ની ઐશ્વર્યાને ભથ્થું ચૂકવવાનો આદેશ કર્યો છે. અગાઉ ઐશ્વર્યા રાયે તેજ પ્રતાપની માતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રબડી દેવી, પતિ તેજ પ્રતાપ યાદવ અને તેની મોટી બહેન મીસા ભારતી સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ઐશ્વર્યા રાયે તેની સાસુ રબડી દેવી પર દહેજ માટે ત્રાસ આપવાનો, વાળ ખેંચીને ઘરની બહાર કાઢવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં રબડી દેવી વતી કેસ પણ દાખલ કરાયો હતો, જેમાં ઐશ્વર્યા દ્વારા રબડી દેવી મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરજેડી નેતા શક્તિસિંહ યાદવે આ આરોપને યોગ્ય ઠેરવ્યો હતો.

ઐશ્વર્યા રાયના પિતા ચંદ્રિકા રાયએ પણ રબડી દેવી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ તેમના ઘરની પુત્રવધૂનો અનાદર કરી શકતા નથી તે બિહારની મહિલાઓને કેવી રીતે માન આપશે. અગાઉ તેજ પ્રતાપે તેની પત્ની સામે મોટો આરોપ લગાવ્યો હતો અને તેની સાથે રહેવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તે કોઈ પણ સંજોગોમાં છૂટાછેડા લેશે. કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.