રાજ્યસભામાંથી ગૃહપ્રધાન અમિત શાહે એનઆરસીનું બિલ પાસ કરાવ્યા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ હવે મળી જતાં ગુજરાતમાં તેનો કડક અમલ કરવામાં આવશે. આથી હવે અમદાવાદ સહિત રાજ્યના સરહદી વિસ્તારોમાં આવેલી ગેરકાયદેસર બંગલાદેશીઓની વસાહતો પર આગામી દિવસોમાં તવાઇ આવશે. ગુજરાતમાં ગેરકાયદે ઘૂસેલા બંગલાદેશીઓની સંખ્યા ઘણી મોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવાઇ રહ્યું છે કે, પોલીસ પાસે ગેરકાયદે બંગલાદેશી ઘૂસણખોરોની કાચી યાદી પણ તૈયાર છે.
આખા દેશમાં એનઆરસીની કવાયત તેજ થઈ ગઈ છે. દેશમાં ગેરકાયદેસર રહેતા લોકોની ઓળખ કરવા માટે એનઆરસી બિલ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એક પછી એક રાજ્યમાં તેનું અમલીકરણ શરૂ કરી દેવાશે. એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખની ખાતરી કરવામાં આવે છે અને આ પદ્ધતિને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. હવે આ દિશામાં ગુજરાતમાં પણ ગેરકાયદેસર રહેતા લોકોની માહિતી એકત્ર કરવા માટે ઓર્ડર આવી ગયા છે.
સરકારે અગાઉ અનેક ખાસ ઝૂંબેશ ચલાવીને કેટલાક ઘુસણખોરોને બંગલાદેશ પરત પણ ધકેલ્યા છે, પરંતુ હજી ગુજરાતમાં 10 લાખથી વધુ બંગલાદેશી ઘુષણખોરો હોવાનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં આવા ગેરકાયદે અકિલા ઘુસણખોરો સામે પોલીસ ખાસ ઝૂંબેશ ચલાવશે.
અમદાવાદમાં જે સ્થળે ત્રણ દિવસ પહેલાં નાગરિકતા કાયદા સામે તોફાન થયું હતું એવા શાહઆલમ વિસ્તારની નજીક આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં મોટા પાયે બંગલાદેશી ઘુસણખોરો વસવાટ કરી રહ્યા હોવાની આશંકા છે. આ ઉપરાંત રોજીરોટીની શોધમાં ઘુસી આવેલા બંગલાદેશીઓ સુરત બાદ વાપી, અંકલેશ્વર તેમજ વડોદરા શહેર-જિલ્લામાં મોટા પ્રમાણમાં હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતમાં બંગલાદેશી ઘુસણખોરીની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પાકિસ્તાનની બોર્ડર પર પહેરો જેટલો મજબુત છે એટલી જ બેફિકરી બંગલાદેશી બોર્ડર પર છે. બંગલાદેશીઓ ભારત-બંગલા દેશ વચ્ચે આવેલી બશીરહાટ બોર્ડરથી પશ્ચિમ બંગાળ થઇ ગુજરાતનાં જુદા જુદા શહેરોમાંથી ઘૂષણખોરી કરતાં હોવાની માલમ પડ્યું છે.
ગુજરાતમાં એનઆરસીને લઈને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં રહેતા ગેરકાયદેસર બંગલાદેશી અને પાકિસ્તાનથી આવેલા લોકોની માહિતી એકત્ર કરાશે. એટલું જ નહિ, અમદાવાદનું ચંડોળા તળાવ જે ગેરકાયદેસર લોકોના વસવાટનું હબ ગણાય છે, તે વિસ્તારમાંથી પણ તંત્ર માહિતી મેળવશે. આ સિવાય ગુજરાતમાં બનાસકાંઠા બોર્ડર, પાલનપુર, કચ્છ બોર્ડર પર તપાસ શરૂ કરવામાં આવશે અને ગેરકાયદે રહેતા નાગરિકોની ગણતરી હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા હેઠળ બાંગલાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની ગયા છે. તેમાં મુસ્લિમ શરણાર્થીઓને સામેલ નથી કરવામાં આવ્યા તેથી વિપક્ષ આ બિલનો લોકસભા અને રાજ્યસભામાં વિરોધ કરી રહ્યો હતો. ઉ