રાજકોટ કોંગ્રેસમાં સોપો: 11 વર્ષ પહેલાં કલેક્ટર કચેરીમાં તોડફોડ, 12 નેતાઓ દોષિત, સજા ફટકારાઈ

રાજકોટની સ્થાનિક કોર્ટે 11 વર્ષ પહેલાં રાજકોટ કલેક્ટર ઓફીસમાં તોડફોડના કેસમાં કોંગ્રેસના 11 નેતાઓને દોષિત ઠેરવ્યા હતા. તમામ નેતાઓને એક વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટનો ચૂકાદો આવતા કોંગ્રેસમાં સોપો પડી જવા પામ્યો છે.

કોર્ટે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મહેશ રાજપૂત, મહમદ પીરજાદા,  અશોક ડાંગર,  ગોવિંદ રાણપરિયા, દેવજી ફતેપરા, જશવંતસિંહ ભટ્ટી, વિઠ્ઠલ રાદડિયા, ભીખુ વાડોદરિયા, ગોરધન ધામેલિયા, પોપટ ઝીઝરીયાને દોષિત ઠેરવી ફટકારી સજા છે.

કુલ 12માંથી બે આરોપીઓનું અવસાન થયું છે. સ્વર્ગવાસ પામેલાઓમાં વિઠ્ઠલ રાદડિયા અને પોપટ ઝીંઝરીયાનો સમાવેશ થાય છે. એટલે બેને બાદ કરતાં 11 લોકોને સજા સંભળાવવામાં આવી છે. બે આરોપીઓના નિધન થતાં હવે કુલ 10 લોકો માટે કોર્ટનો હુકમ લાગુ થશે.

12 દોષિતો સજા મળતા હવે તમામ સેશન કોર્ટમાં અપીલ કરશે. અપીલ કરવાની મહેતલ આપવામાં આવતા હાલ તમામ આરોપીઓ જામીન પર મૂક્ત થયા છે.