પાછલા કેટલાક વર્ષોથી રાજ્યભરમાં વાહન ચેકીંગ માટે ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે મોડી સાંજે એક આદેશ જારી કરી કાયમી ધોરણે કાર્યરત આંતર રાજ્ય તથા આંતર જિલ્લા કક્ષાની તથા અન્ય વાહન ચેકપોસ્ટો તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ચેકપોસ્ટો માટે ફાળવવામાં આવેલા મહેકમને જે-તે શહેર અ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જાળવવામાં ઉપયોગમાં લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતભરમાં વાહન ચેકીંગ માટે ઉભી કરાયેલી ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ
